Uncategorized

ગોંડલ કોલેજમાં કિસાન મોરચા દ્વારા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા ઉત્સાહભેર ઉજવાઇ

Published

on

ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ગુજરાત પ્રદેશ આયોજિત નમો કિશાન કબડ્ડી પ્રતિયોગિતા 2023 અંતર્ગત રાજકોટ જિલ્લા કિશાન મોરચા દ્વારા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા ગોંડલની એશિયાટીક કોલેજમાં યોજવામાં આવેલ જેમાં રાજકોટ જિલ્લાની પાંચેય વિધાનસભા 71-રાજકોટ ગ્રામ્ય, 72-જસદણ વીંછિયા, 73-ગોંડલ, 74-જેતપુર જામકંડોરણા અને 75-ધોરાજી ઉપલેટાના કુલ 17 મંડલ(તાલુકા) એટલે કે લોધિકા, કોટડા સાંગાણી, રાજકોટ તાલુકા, જસદણ શહેર, જસદણ તાલુકા, વીંછિયા, ગોંડલ શહેર, ગોંડલ તાલુકા, જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય, જામકંડોરણા, ઉપલેટા શહેર, ઉપલેટા તાલુકા, ધોરાજી શહેર, ધોરાજી તાલુકા, ભાયાવદર અને પડધરી એમ તમામ મંડલની કબડ્ડી ચીમના 204 ખેલાડીઓ વચ્ચે વિધાનસભા દીઠ કુલ 14 લીગ મેચો રમાડવામાં આવેલ આ લીગ મેચના અંતે દરેક વિધાનસભા દીઠ પાંચ ટીમો વચ્ચે સેમી ફાઇનલ યોજાયેલ જેમાંથી સેમી ફાઇનલમાં વિજેતા બનેલ જસદણ શહેર અને જામકંડોરણાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ આ રોમાંચક મેચમાં જસદણ શહેરની ટીમ વિજેતા બની રાજકોટ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન ટીમ બનેલ તથા જામકંડોરણા મંડલની ટીમ રનરઅપ તરીકે દ્વિતીય વિજેતા બનેલ અને ગોંડલ શહેરની ટીમ જિલ્લા કક્ષાની તૃતીય વિજેતા બનેલ. આ પ્રતિયોગિતામાં વિજેતા ટીમોને શિલ્ડ/ટ્રોફી અને પ્રમાણપક્ષો અનાયત કરવામાં આવેલ.
આ પ્રતિયોગિતામા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પ્રદેશ કિશાન મોરચા પ્રદેશ મહામંત્રી હિરેનભાઇ હિરપરા, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ પ્રફુલભાઇ ટોળીયા, ઉપપ્રમુખ ખોડાભાઇ ખસિયા, રાજકોટ જિલ્લા કિશાન મોરચા પ્રમુખ વિનુભાઇ ઠૂમર, પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટ, પ્રભારી વનરાજસિંહ ડાભી, વલ્લભભાઇ રામાણી, રાજુભાઇ સાવલિયા, અશ્ર્વિનભાઇ ઠૂમર, મનહરભાઇ બાબરિયા, અમિતભાઇ પડારીયા, પિન્ટુભાઇ ચુડાસમા, કુલદીપસિંહ જાડેજા, રસિકભાઇ વિરડીયા, પુષ્પરાજસિંહ જાડેજા, સતિષભાઇ પાનસુરિયા સહિત કિશાન મોરચાના તમામ મંડલના પ્રમુખ, મહામંત્રી, જિલ્લા અને પ્રદેશ ભાજપની ટીમના આગેવાનો ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા માટે ઉપસ્થિત રહેલ.
આ પ્રતિયોગિતમાં એશિયાટીક કેમ્પસ દ્વારા તમામ પ્રકારનો સહયોગ પૂરો પાડવામાં આવેલ તથા મેચરેફરી અને નીર્ણાયક તરીકે ગોપાલભાઇ ભુવાના માર્ગદર્શન મુજબ વાય.બી. પ્રજાપતિ, ગોસરા સાહેબ, ચેતન ગીયાડ, રઘુભા વાળા, ગોપીભાઇ, જાડેજા અને ઋષિભાઇ દવેએ સેવાઓ પૂરી પાડેલ. કબડ્ડી રમતના આ કાર્યક્રમની ખેલાડીઓમાં સંઘભાવના ઉભી થાય તે પ્રકારનો સંદેશ રાજકોટ જિલ્લાની યુવા પેઢીને મળેલ. પ્રતિયોગિતના અંતે કિશાન મોરચા જિલ્લા પ્રમુખ વિનુભાઇ ઠુમ્મર તેમજ રાજકોટ જીલ્લા કિસાન મોરચાની ટીમે તમામ વિજેતા ખેલાડીઓને પ્રદેશકક્ષાએ જીતી રાજકોટ જિલ્લાનું નામ રોશન કરવા શુભકામનાઓ આપેલ. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જે યાદીમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version