કોર્પોરેટરોની ફરિયાદોનો નિકાલ, સૂચવેલા કામો ફટાફટ પૂર્ણ

રાજકોટ મહાનગર પાલિકામા કામ નહી થતા હોવાની કોર્પોરેટરોની ફરિયાદો બાદ મેયર અને ભાજપ પ્રમુખે યોજેલી બેઠકોમાં કોર્પોરેટરો દ્વારા થયેલી રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ કરવામા આવેલ…

રાજકોટ મહાનગર પાલિકામા કામ નહી થતા હોવાની કોર્પોરેટરોની ફરિયાદો બાદ મેયર અને ભાજપ પ્રમુખે યોજેલી બેઠકોમાં કોર્પોરેટરો દ્વારા થયેલી રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ કરવામા આવેલ છે અને ફરિયાદો તથા રાજૂઆત મુજબના કેટલાક કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે કેટલાક કામો શરૂ કરી દેવાયા છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ફેબ્રુઆરી 2025માં ઝોનવાઈઝ મિટીંગ યોજવામાં આવેલ. આ મિટીંગમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, લગત ઝોનના કોર્પોરેટરોે, લગત ઝોનના અધિકારીઓ-કર્મચારીઓ, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર ઉપસ્થિત રહેલ હતા.

આ મિટીંગમાં આવેલ રજુઆતો પૈકી સામાન્ય રજુઆત, ઝોનના દરેક વોર્ડમાં આવેલ ગાર્ડનની સફાઈ, ગાર્ડનમાં આવેલ કસરતના સાધનોના રીપેરીંગ-મરામત, રોડ સેન્ટ્રલ ડિવાઈડરની સફાઈ,ખુલ્લા પ્લોટની સફાઈ, વોકળા સફાઈ, શહેરના જાહેર માર્ગો પર મચ્છરની ઉત્પતિ અટકાવવા ફોગીંગ કરાવવું વગેરે જેવી મુખ્યત્વેરજુઆતો આવેલ હતી. આ રજુઆત પરત્વે મિટીંગમાં ઉપસ્થિત મેયર તથા પદાધિકારીઓ દ્વારા આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા લગત અધિકારીઓને સુચના આપવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા શહેરમાં આવેલ તમામ ગાર્ડન સફાઈની કામગીરી તેમજ ગાર્ડનમાં આવેલ કસરતના સાધનોના રીપેરીંગ-મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ, મેલેરીયા વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઝુંબેશ સ્વરૂૂપે વ્હિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા સઘન ફોગીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વોકળા વિભાગ દ્વારા વોકળાની સફાઈ કરવામાં આવી તેમજ જાહેર રસ્તાના સેન્ટ્રલ ડિવાઈડરની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

આ કામગીરીથી શહેરીજનોની સુવિધામાં વધારો થયેલ છે અને મુશ્કેલીમાંથી મુક્તિ મળેલ છે. આ મિટીંગમાં આવેલ અન્ય રજુઆતોની નિકાલની પ્રક્રિયા ગતિમાં છે. રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા દ્વારા વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા માટેતેમજ પ્રગતિ હેઠળના વિકાસ કામોનું રીવ્યુ કરવા માટે મેયર અધ્યક્ષતામાં આગામી માસમાં મિટીંગ યોજવામાં આવનાર છે.