જયપુરથી આવેલા પિતા-પુત્ર રાત્રે આકાશ પેલેસ હોટેલ ગયા હતા : હોટલ સંચાલક સહિત આઠ સામે ફરિયાદ
ચોટીલામાં જયપુર રાજસ્થાનથી ચામુંડા માતાજીના દર્શન કરવા આવેલા પિતા પુત્ર રાત્રિના સમયે રાત્રિ રોકાણ માટે આકાશ પેલેસ હોટલ ખાતે મૂછો પર તાવ દેવા પર એક ઘટના બની હતી. જેમાં હોટલ સંચાલક ,તેના પુત્ર અને હોટલ સ્ટાફના માણસો દ્વારા રાજસ્થાની પિતા પુત્ર સાથે મારામારી કરતા તે અંગેની ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજસ્થાનના જયપુરના કિશન તિવારી પ્રકાશલાલ શર્મા અને તેના પિતા પ્રકાશલાલ શર્મા ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા જયપુરથી આવ્યા હતા. અને તેઓ રાત્રી રોકાણ માટે ચોટીલા હાઈવે પર આવેલી આકાશ પેલેસ હોટલ ખાતે રહેવા માટે ગયા હતા.
તેમાં હોટલના સ્ટાફ દ્વારા ત્રીજા માળે બતાવતા પ્રકાશ લાલ શર્માની રૂૂમમાં રાખીને કિશન તિવારી લગેજ લેવા હોટલના કાઉન્ટર પાસે આવતા હોટલ સંચાલક દ્વારા કહેતા તમારી મૂછો નીચે કરી નાંખ, મૂછો પર તાવ ન દઈશ તેવું કહેતા રૂૂમ રાખવાની ના પાડી હતી. આથી કિશન તિવારી તેના પિતાજીને લઈ નીકળતા હતા. ત્યારે હોટલ માલિક અજયભાઈ તેમનો પુત્ર નિકુંજ તેમજ હોટલના સ્ટાફ દ્વારા પિતા-પુત્ર સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. આ બનાવ અંગેની કિશન તિવારી શર્માએ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે હોટલ સંચાલક અજયભાઈ, તેમનો પુત્ર નિકુંજ અને આકાશ પેલેસ હોટલ સ્ટાફના સાતથી આઠ માણસો વિરૂૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશન પીએસઆઇ બી.એન.દિવાન દ્વારા હાથ ધરવામાં આવી હતી.