ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધરવ કરી મેઘરાજાનો વિરામ

Published

on

વાવાઝોડાની ઘાત ટળી, સવારથી સર્વત્ર તડકો નીકળતા લોકોમાં હાશકારો

છેલ્લા 36 કલાકથી કચ્છ પર સ્થિર થયેલા ડીપ ડિપ્રેશનના કારણે મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વિવિધ ભાગોને ઘમરોળી રહ્યા હતા. જો કે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે. તડકો નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ કચ્છમાં પઅસનાથ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે.


જો કે વાવાઝોડાની અસરના ભાગરૂૂપે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસાદી ઝાપટા વરસી શકે છે. જેના પગલે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.


વરસાદનો આ રાઉન્ડ પુરો થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે. આજે સવારથી મોટા ભાગના વિસ્તારોમાં વરાપ નીકળી છે અને સુર્ય નારાયણે દર્શન દીધા છે. સવારે 6 વાગ્યા બાદ સમગ્ર ગુજરાતમાં એકપણ સ્થળે વરસાદ નોંધાયેલ નથી. જેના કારણે લોકોએ રાહત અનુભવી છે. અને ખેડૂતો કામે વળગ્યા છે.
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા વરસાદની ગતિ હવે ધીમી પડી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 68 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાંથી માત્ર મુન્દ્રા તાલુકામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે.


આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

39 તાલુકાઓમાં 140%થી વધારે વરસાદ નોંધાયો

1) અબડાસા 190%
2) લખપત 159%
3) માંડવી 232%
4( મુંદ્રા 190%
5) નખત્રાણા 216%
6) તારાપુર 161%
7) પાદરા 148%
8) નડિયાદ 173%
9) બોરસદ 160%
10) ખંભાત 155%
11) જામ કંડોરણા 140%
12) ધોરાજી 176%
13) લોધિકા 152%
14) મોરબી 144%
15) વાંકાનેર 172%
16) જામ જોધપુર 186%
17) જામનગર 140%
18) જોડિયા 153%
19) કાલાવડ 190%
20) લાલપુર 150%
21) ભાણવડ 190%
22) દ્વારકા 355%
23) કલ્યાણપુર 218%
24) ખંભાળીયા 241%
25) કુતિયાણા 149%
26) પોરબંદર 211%
27) રાણાવાવ 181%
28) જૂનાગઢ 151%
29) જૂનાગઢ સીટી 150%
30) કેશોદ 172%
31) માણાવદર 194%
32) મેંદરડા 161%
33) વંથલી 176%
34) વિસાવદર 159%
35) કુંકાવાવ વડીયા 144%
36) નેત્રંગ 163%
37) વાલિયા 154%
38) પલસાણા 152%
39) ખેરગામ 161%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version