ગુજરાત

સોમનાથમાં પૂજા પ્રશ્ર્ને ઉપવાસ આંદોલન કરતા સોમપુરા બ્રહ્મસમાજના આગેવાનોની અટકાયત: પોલીસ સ્ટેશનમાં જ ધરણાં

Published

on


સોમનાથ સોમપુરા બ્રાહ્મણો દ્વારા આજે સવારથી હમીરસિહજી સર્કલ પાસે સોમનાથ ટ્રસ્ટ વિરુદ્ધ આંદોલનમાં બેસેલ હતા પરંતુ આંદોલનમાં બેઠતાની સાથે આ તમામ લોકોની પ્રભાસપાટણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ અને પોલીસ ચોકીએ લય જવામાં આવેલ આ સમયે એક બહેન બે ભાન પણ થયેલ જેને સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને સવારથી આ તમામ સોમપુરા બ્રાહ્મ સમાજના ભાઈઓ બહેનો પોલીસ ચોકીમાં મંત્રોચ્ચાર સાથે ધરણાં પર બેઠા છે જેથી પોલીસ ચોકીની આખી જગ્યા ભરાયેલ છે અને હાલવાની પણ જગ્યા નથી. આ બાબતે સોમપુરા બ્રાહ્મ સમાજ ના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ દ્વારા જણાવેલ કે સોમનાથ મંદિર સાથે વર્ષો થી સોમપુરા બ્રાહ્મણો જોડાયેલા છે અને માત્ર સોમનાથ મંદિરમા પુજા વિધિ અને શ્રાધ્ધ વિધિ કરે છે જે વર્ષો ની પરંપરા છે પરંતુ બે વર્ષ થી સોમનાથ ટ્રસ્ટ મા સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઈ આવેલ છે ત્યારથી સોમનાથ બહારના વિધાર્થી ઓ દ્વારા પુજા વિધિ કરાવે છે અને આ બાબતે બહાર ના બ્રાહ્મણો સોમનાથ મા પુજા વિધિ ન કરવા બાબતે રજૂઆત કરવામાં આવેલ પરંતુ અમારી રજુઆતને ધ્યાને ન લેતા અમારે આંદોલન કરવાની ફરજ પડી છે અને અમારી માંગણી જ્યાં સુધી નહિં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે
સોમપુરા બ્રાહ્મણો સોમનાથ સાથે આદિ-અનાદિ કાળથી જોડાયેલા છે અને સોમનાથ ને બચાવવા સોમપુરા બ્રાહ્મણો દ્વારા બલિદાનો આપેલ છે જેનો ઈતિહાસ મા પણ ઉલ્લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version