Site icon Gujarat Mirror

ટપાલ વિભાગ દ્વારા આઇ.ટી 2.0 એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝન અને સંચાર તથા ડોનર મંત્રી જયોતિરાદિત્ય એમ. સિંધિયાનાં માર્ગદર્શન હેઠળ ટપાલ વિભાગે સફળતાપુર્વક આઇ.ટી. 2.0 – એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT)નો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કર્યો છે. આ ડિજીટલ અપગ્રેડ દેશભરનાં 1.65 લાખથી વધુ ટપાલ કચેરીઓમા આધુનિકીકરણ તરફનો ઐતિહાસીક પગથીયો છે જે ડિજીટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાનાં સપનાને સાકાર બનાવે છે.

સિંધિયાએ જણાવ્યુ: APT ઇન્ડિયા પોસ્ટને વિશ્ર્વ સ્તરની જાહેર લોજિસ્ટીકસ સંસ્થા બનાવશે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમા આ આત્મનિર્ભર ભારતનુ શકિતશાળી પ્રતિબીંધ છે જે ડિજીટલ ઇન્ડિયા તરફ મજબુત અને સ્વાવલંબનનો માર્ગ દર્શાવે છે.

આ પાયલોટ પ્રોજેકટનુ સફળ પ્રયોગ મે-જુન 2025 દરમિયાન કર્ણાટક ટપાલ વર્તુળમા થયા બાદ ગુજરાતમા 8 જુલાઇથી 22 જુલાઇ 2025 દરમ્યાન તબકકાવાર અમલીકરણ કરવામા આવ્યુ અંતે સમગ્ર ભારતનાં 23 ટપાલ વર્તુળોમા 4 ઓગસ્ટ 2025 નાં રોજ રોલઆઉટ પુર્ણ થયુ આજે 1.70 લાખથી વધુ ટપાલ કચેરીઓ , મેઇન ઓફિસો તથા વહીવટી એકમો APT પર કાર્યરત છે. ટેકનોલોજી પરીવર્તનની સફળતા કર્મચારીઓ પર આધારીત હોવાથી ઇન્ડિયા પોસ્ટે 4.6 લાખથી વધુ કર્મચારીઓનેTrain – Retrain – Refreshસિધ્ધાંત હેઠળ માસ્ટર ટ્રેનર્સ , યુઝર ચેમ્પિયન્સ અને એન્ડ – યુઝર્સ મારફતે તાલીમ આપી.નવી સિસ્ટમએ પહેલેથી જ પોતાની ક્ષમતા સાબિત કરી છે – એક જ દિવસે 32 લાખ બુકિંગ્સ અને 37 લાખ ડિલીવરીઝ સફળતાપુર્વક સંભાળી.

APTની મુખ્ય વિશેષતાઓ:
1. માઇક્રો-સર્વિસ અને ઓપન અઙઈં આધારિત આર્કિટેકચર
2. એકસમાન યુઝર ઇન્ટરફેસ
3. કલાઉડ-રેડી ડિપ્લોયમેન્ટ
4. બુકિંગથી ડિલીવરી સુધી સંપુર્ણ ડિજીટલ સોલ્યુશન
5. નવી પેઢીની સુવિધાઓ – QR કોડ પેમેન્ટ, OTP આધારીત ડિલીવરી વગેરે
6. ઓપન નેટવર્ક સિસ્ટમ-ગામડા સુધી વિશ્ર્વસનીય કનેકિટવિટી
7. અનોખો 10 અંકનો અલ્ફાન્યુમેરીક DIGIPIN – સચોટ ડિલીવરી માટે
8. સુધારેલ રિપોર્ટીગ અને એનાલિટીકસ

 

Exit mobile version