Site icon Gujarat Mirror

કલેક્ટર દ્વારા 164 કેસ ઠરાવ પર, 40માં ચૂકાદા

રાજકોટના નવા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળતાની સાથે જ મહેસૂલી અપીલના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે કમર કસી હતી. તેમણે અધિકારીઓને તમામ કેસો વહેલી તકે નિકાલ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત, અઠવાડિયામાં ત્રણ દિવસ અપીલ બોર્ડ બોલાવવાનો નિર્ણય કર્યો હતો. અને 600 જેટલા પેન્ડિંગ કેસોનો વહેલી તકે નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કલેક્ટર દ્વારા 489 જેટલા કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.

જેમાં 164 જેટલા કેસો ઠરાવ પર પણ લેવામાં આવ્યા છે તેમજ 40 જેટલા કેસોમાં ચુકાદાઓ પણ આપી દેવામાં આવ્યા છે. વધુમાં કલેકટર પ્રકાશએ જણાવ્યું હતું કે શહેરમાં વિવિધ પાર્ટી પ્લોટ દ્વારા પણ કરીને ચલાવવામાં આવતા આવતા જેઓના કેસ પણ ચલાવવામાં આવ્યા છે અને છ જેટલા પાર્ટી પ્લોટ ધારકોના રેવન્યુ કોર્ટમાં ચલાવવામાં આવ્યા છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવી છે આગામી સમયમાં જરૂૂરી ડોક્યુમેન્ટ રજૂ નહીં કરે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version