ગુજરાત

વેરાવળના બાદલપરા ગામે નડતરરૂપ છાપરા સહિત 12 જગ્યા ઉપર તંત્રનું ડિમોલિશન

Published

on

રોડને ટચ અડચણરૂપ દબાણ હટાવાયું


વેરાવળ તાલુકાનુ આદર્શ ગામ બાદલપરા ગામ મા ગ્રામ પંચાયત દ્વારા 2022 થી દબાણ કરનારા ને નોટીસ આપવામાં આવેલ અને તા 12,7,24 ના રોજ બપોરના ના રોડને અડચણ રૂપ દુકાનો ના છાપરા અને કાચા ઢાળીયા સહિત દશ થી બાર જગ્યાએ એ ડિમોલેશ કરવામાં આવેલ છે.


બાદલપરા ગામ આદર્શ ગામ છે અને આ ગામને અનેક એવોર્ડ મીળેલ છે તેમજ ગામની સમગ્ર દેશભરમાંથી લોકોએ મુલાકાત લીધેલ છે આ ગામ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનુ ગામ છે અને ભગવાનભાઈ બારડે અમુક વર્ષો પહેલા જગ્યા ખુલ્લી કરાવી અને ગામની બાજુમાં અમર શહિદ ધાનાભાઈ માંડા ભાઈ બારડ નામનું એક તળાવ બનાવેલ છે જેનો લાભ ગામ લોકો અને તળાવની આજુબાજુના લોકો પીયત માટે લે છે તેમજ ખુલ્લી થયેલ પડતર જગ્યામાં માટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ છે જે વૃક્ષો અત્યારે મોટા છયેલ છે તેમજ ગામની દરેક રોડ રસ્તા ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે જેથી સમગ્ર ગામ હરીયાળુ લાગે છે તેમજ વૃક્ષોને કારણે ગામમાં ખુબજ મોટા પ્રમાણમાં પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળે છે અને મોરની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે જેથી શેરીઓમાં ડર વગર આંટા ફેરા મારતાં હોય છે અને ગામ લોકો પણ પક્ષી ઓનુ પુરતું ધ્યાન રાખે તેમના ખોરાક પાણી મળી રહે તે બાબતનુ ધ્યાન રાખવામાં આવે છે અને આ મોર સહિતના પક્ષી ઓ પણ લોકો થી ડરતા નથી.


આ ગામમાં પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ છે અને ગામનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે ગામમાં સીસીટીવી કેમેરા, વિજળીની બચત માટે સોલાર પેનલો લગાવવાની કામગીરી ચાલુ છે, સમગ્ર ગામમાં લાઉડસ્પીકર લગાવેલ છે જેથી સવારના ધુન સહિતના મન મોહક સંગીત ચાલતા હોય છે અને ગામમાં વૃક્ષોની સાથે સ્વચ્છતાનુ પુરતું ધ્યાન રાખવામાં આવે છે ગામ મા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને ભીખાભાઈ બારડ જાતે કચરો વિણતા નજરે પડે છે.
(તસ્વીર દેવાભાઇ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version