ગુજરાત

ઉપલેટામાં વરસાદના કારણે થયેલી નુકસાનીનો સરવે કરી વળતર ચૂકવવા માંગ

Published

on

પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

ઉપલેટા તાલુકામાં આ વર્ષે અતિભારે વરસાદના કારણે ખેતરોમાં આડેધડ પાણી ભરેલા રહેતા ખેડૂતોએ વાવેલ પાક ત્યાર થાય એ પહેલા જ બળી ગયો છે. જેમના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન ગયેલ છે.પાક બળવા કરતા પણ ખેડૂતોના ખેતર ધોવાઇ જવાના કારણે ખેતરમાં રહેલ ફળદ્રુપ માટી ધોવાઈ ગયેલ છે. જેમના કારણે ખેડૂતોની ઉપજમાં પણ ફેર પડશે અને ખેડૂતોને નુકશાની ભોગવવી પડશે.


આ ઉપરાંત તાલુકા ના સમઢિયાળા, ચીખલીયા, ભોલગામડા, તલગણા, મજેઠી, લાઠ, ભીમોરા, કુંઢેચ, તણસવા, મેરવદર ગણોદ નાની મારડ, પાટણવાવ, કલાણા, ચિચોડ, ભાદાજાળીયા, હડમતીયા, નાગલખડા સહિતના ભાદર અને મોજ કાંઠાના ગામડાઓમાં વરસાદે વિનાસ વેરેલ છે. તેમાં પણ ખાસ ઉભો પાક બારી જવાના કારણે તેમજ જમીન ધોવાણના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થયેલ છે.આ બાબતને ધ્યાનમાં રાખી તાલુકામાં થયેલ નુકશાનની તાત્કાલિક સર્વે કરાવી વળતર ચુકવવા લલીતભાઇ વસોયા પૂર્વ ધારાસભ્ય ધોરાજી-ઉપલેટા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version