ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 10, હજૂ અમુક ગંભીર

ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. વધુ એક મોત નીપજતા ડુપ્લીકેટ ઝેરી દારૂૂ પીવાથી સત્તાવાર મૃત્યુ આંક…

ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. વધુ એક મોત નીપજતા ડુપ્લીકેટ ઝેરી દારૂૂ પીવાથી સત્તાવાર મૃત્યુ આંક 8 થયો છે, તો અસરગ્રસ્તોની કુલ સંખ્યા 48 દર્શાવાઈ છે. જે પૈકી કેટલાકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ બીનસત્તાવાર મૃત્યુ આંક 10 હોવાનું સામે આવ્યું છે. દરમિયાનમાં તપાસનો દોર સંભાળી રહેલા સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને આ લઠ્ઠાકાંડમાં પોલીસ ડુપ્લીકેટ દારૂૂની છેલ્લામાં છેલ્લી બોટલ અને છેલ્લા ટીપા સુધી જપ્ત કરવા પ્રયાસ કરી રહી હોવાનું જણાવી મોટાભાગનો ઝેરી દારૂૂ જપ્ત કરી લેવાયાનું ઉમેર્યું હતું.

તેમણે આ કાંડમાં સંકળાયેલા મુખ્ય આરોપી રઇસ દ્વારા છેલ્લા દોઢેક મહિનાથી ભાવનગર ઉપરાંત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ઈથેલોન અને મિથેલોન સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની પ્રવૃત્તિ થઈ રહી હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું કહ્યું હતું. મુખ્ય આરોપી રઇસની ઉજ્જૈનથી ધરપકડ કરાઈ છે. જ્યારે દારૂ બનાવવામાં માહિર અન્ય એક આરોપી નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટરનું અગાઉ મૃત્યુ થઈ ચુક્યુ છે.

ભાવનગરના વરતેજમાં કેમિકલયુક્ત ઝેરી દારૂૂ બનાવી અને તેને ગ્રાહકો સુધી પહોંચાડવાની ગેરકાયદે અને ગુનાહીત પ્રવૃત્તિમાં સંકળાયેલા 21 લોકો સામે ગુનો દાખલ થયો છે તે પૈકી પોલીસે અત્યાર સુધીમાં 13ને દબોચી લેવામાં સફળતા મેળવી છે. એસએમસીના એસપી ચાવડાએ જણાવ્યું હતું કે આ ગુનામાં ગૌતમ સોલંકી, સારસ સોલંકી, જતીન, ધર્મેન્દ્રસિંહ, મનદીપસિંહ, પારસ ઉર્ફે પપ્પુ, જયદીપ, ભાર્ગવ, વિવેક, હર્ષ, કેવલ, સુખદેવ અને હાર્દિકને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગતા તા.31 સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.નકલી દારૂૂકાંડના પ્રકરણમાં પોલીસે હાથ ધરેલી સઘન કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા તમામ 13 આરોપીઓને ભાવનગરની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે તમામ 13 આરોપીઓના આગામી તા.31 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો છે.

ભાવનગરમાં પોલીસ દ્વારા નકલી દારૂૂના કારોબાર પર દરોડો પાડીને મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધારો સહિત કુલ 13 ઇસમોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ગૌતમ વીરમભાઇ સોલંકી, જતીન સુરેશભાઇ કાંબડ, સારસ દશરથભાઇ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ લાલજીભાઇ ચુડાસમા, મનદીપસીંહ પૃથ્વીરાજસીંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બટુકસિંહ ગોહિલ, જયદીપ જીવરાજ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ રોહીત ચૌહાણ, વિવેક અરજણ અલગોતર, ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો રમેશભાઇ સોલંકી, સુખદેવ બાધાભાઇ સલાટ તેમજ હાર્દિક ઉર્ફે ટીંચો ગોવીંદભાઇ બારૈયાનો સમાવેશ થાય છે.