ઉપલેટાના સમઢીયાળા ગામે યુવતીને લઇને યુવાન ભાગી ગયો હતો. જે પ્રેમપ્રકરણમાં ચાલતી તકરારના સમાધાન માટે યુવકના પિતાને બોલાવી યુવતીના પરિવારે ધોકા વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉપલેટાના સમઢીયાળા ગામે રહેતા સામતભાઇ મુળુભાઇ હુણ નામનો 32 વર્ષનો યુવાન પોતાના ગામમાં હતો ત્યારે ભાવેશ મેરાભાઇ ભારાઇ, નવધણ ભૂપતભાઇ ભારાઇ સહિતના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત સામણ હૂણનો પુત્ર હુમલાખોર શખ્સોની પુત્રને ભગાડી ગયો હતો. જે પ્રેમપ્રકરણના સમાધાન માટે બોલાવી યુવકના પિતા ઉપર યુવતીના પરિવારે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
