Site icon Gujarat Mirror

વિસાવદરના ખીજડિયા ગામે બીમારીની સારવારના પૈસા મામલે મહિલાની હત્યાનો પ્રયાસ

વિસાવદરના ખીજડીયાના 35 વર્ષીય ગીતાબેન રવિવારે બપોરે પતિ જગદીશ પુનાભાઈ ચારોલીયા તથા 2 સંતાન સાથે પોતાના ઘરે હતા તે વખતે દિયર ગોવિંદ પુના, દીકરો વિજય, જેઠનો દીકરો કિશન નાનજી મહિલાના સસરાની બીમારીની સારવારના ખર્ચ મુદ્દે હિસાબનું મનદુ:ખ ચાલતું હોય તે બાબતે આવ્યા હતા. આ સમયે ગામના રાજુ કોળી, બાબુભાઈ કોળી, હમીરભાઇ ભરવાડ પણ હાજર હતા. મહિલાના પતિએ ગોવિંદને અગાઉના હિસાબ અંગે વાત કરતાં ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા.

અને ગોવિંદ તથા વિજયએ ગીતાબેનને પકડી રાખી કિશન નાનજીએ ત્યાં પડેલ કુહાડી વડે તેના પર હુમલો કરતા મહિલાના પતિ છોડાવતા તેને ધક્કો મારી પતાવી દેવાની ધમકી આપી નાસી ગયા હતા. મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતા 108 માં પ્રથમ બીલખા બાદમાં જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે વિસાવદર પોલીસે ગીતાબેનની ફરિયાદ આધારે તેના દિયર, ભત્રીજા, જેઠના દીકરા સામે હત્યાની કોશિષ વગેરે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version