Site icon Gujarat Mirror

મોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદ

મોરબીના બેલા ગામ પાસે આવેલ પેકેજીંગના કારખાના પાછળ કોઈ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળક મૃત અવસ્થામાં મૂકીને નાસી ગઈ હતી. જેથી કરીને કારખાનેદાર દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવા આવી હતી અને તેઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરાઈ છે.


જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રહેવાસી કુલદીપભાઈ વિરમગામાનું બેલા પાસે માર્વેલ પેકેજીંગ નામનું કારખાનું આવેલું છે. તેઓના કારખાનાની પાછળના ભાગેથી તાજુ જન્મેલું બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. જે બાદ તેમને આસપાસ તપાસ કરવામાં આવતા કોઈ મળી આવ્યું નહીં. જેથી તેઓએ તાલુકા પોલીસમાં આ બાબતે જાણ કરી હતી.


હાલ કુલદીપભાઈ વિરમગામા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને નવજાત બાળકના મૃત શરીરને ત્યજી જનાર મહિલાની શોધખોળ ચાલી રહી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર આગળની તપાસ કરી રહ્યા છે.

Exit mobile version