ક્રાઇમ

બોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયા

Published

on

હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ નામચીન શખ્સ સહિત ત્રણને એટીએસ ઉઠાવી ગઇ: પૂછપરછમાં હથિયાર સપ્લાયનું મોટું રેકેટ ખૂલે તેવી શકયતા

બોટાદમા એટીએસની ટીમે ગુપ્ત ઓપરેશન કરી દરોડા પાડી હત્યા સહીતના ગુનામા સંડોવાયેલા નામચીન શખસ અને તેના સાગ્રીતોને 3 હથિયાર સાથે ઝડપી લીધા હતા. આ ઓપરેશન સાથે એટીએસએ અમદાવાદના આસરવા વિસ્તારમા આવેલ યુએન મહેતા હોસ્પિટલ પાસેથી પણ હથિયારો સાથે બે શખ્સોને ઝડપી લીધાનુ ચર્ચાઇ રહયુ છે. બોટાદથી એટીએસ હથિયાર સાથે 3 શખ્સોને ઉઠાવી ગઇ હોય જેમા મોટુ રેકેટ ખુલે તેવી શકયતા છે.


મળતી વિગતો મુજબ એટીએસના વડા સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમે બોટાદમા ગુપ્ત ઓપરેશન કર્યુ હતુ. બોટાદમા રહેતા અને અનેક ગુનામા સંડોવાયેલા નામચીન કાળુ પઠાણ અને તેના બે સાગ્રીતોને એટીએસ ઉઠાવી ગઇ હતી અને તેની પુછપરછ શરૂ કરી છે. હત્યા, મારામારી સહિતના અનેક ગુનામા સંડોવાયેલા કાળુ પઠાણ પાસેથી કબ્જે કરેલા હથિયાર બાબતે વધુ તપાસ શરૂ કરવામા આવી છે. એટીએસની પુછપરછમા મોટુ રેકેટ ખુલે તેવી શકયતા છે.


આ પ્રકરણ સાથે અમદાવાદમા પણ એટીએસની ટીમે એક ઓપરેશન પાર પાડયુ છે. જેમા અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી યુ એન મહેતા હોસ્પિટલમાં શુક્રવારે ગુજરાત એટીએસએ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. એટીએસના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર ગુપ્ત માહિતીના આધારે હોસ્પિટલમાં ખાસ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે એટીએસના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાત એટીએસને સૂચના મળી હતી કે બે વ્યક્તિઓ હથિયાર અલીને યુ એન મહેતા હોસ્પિટલ આવી રહ્યા છે. જે બાદ તાત્કાલિક આસપાસના વિસ્તારમાં એક વિશેષ ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. આશરે બપોરના સવા ચાર વાગ્યે એટીએસની ટીમે હોસ્પિટલના ગેટ પર બે શકમંદોને રોક્યા અને બે બંદૂક સાથે ઝડપી પાડ્યા.


પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના વિશે જણાવતા કહ્યું હતું, કે અધિકારીઓ સાદા કપડાંમાં તૈનાત હતા અને કોઈ જ હોબાળો મચાવ્યાં વિના અચાનક જ તેમણે બે લોકોને ઝડપી પાડયા, અમને તો પછી ખબર પડી કે તેમની પાસે હથિયાર હતા. ધરપકડ બાદ એટીએસની ટીમ હોસ્પિટલનો સમગ્ર વિસ્તાર સુરક્ષિત કર્યા પછી રવાના થઈ હતી. ગુજરાત એટીએસના ડીવાયએસપી વિરજીતસિંહ પરમારે સ્પેશિયલ ઓપરેશનની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું, કે બે શકમંદો આ વિસ્તારમાં આવી રહ્યા છે તેવી અમને જાણકારી હતી. જેના આધારે અમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું. ઝડપાયેલા બંને શખ્સો મૂળ ગુજરાતનાં નથી, એફઆઇઆરની પ્રક્રિયા ચાલી રહી છે. બોટાદ અને અમદાવાદમા એટીએસએ હાથ ધરેલા આ ઓપરેશનમા રાજય વ્યાપી મોટું હથિયાર સપ્લાયનુ નેટવર્ક ખુલે તેવી શકયતા છે. ઉપરાંત આ હથિયારોનો કયા ગુનામા ઉપયોગ કરવાના હતા તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version