ગુજરાત

ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની કરી ધરપકડ

Published

on

ખ્યાતિકાંડ મામલે એક મોટા સંચાર સામે આવ્યા છે. છેલ્લા એક મહિનાથી ફરાર હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી ઘરપકડ કરી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ મામલે આ આઠમી ધરપકડ છે. અત્યાર સુધીમાં સાત આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. ખ્યાતિકાંડના વધુ એક આરોપી કાર્તિક પટેલ હજી પણ ફરાર છે. જે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલને શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. જેમાં અલગ અલગ પક્ષો દ્વારા આગોતરા જામીનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તેમનો આ હોસ્પિટલના આખા કૌભાંડમાં કઈ રીતની સામેલ હતા તે અંગેની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્વની થઈ ગઈ છે. તેઓ ઘણા સમયથી પોતાના કોન્ટેક્ટ બંધ કરીને રાજસ્થાનના અલગ અલગ જગ્યાએ ફરતા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે હવે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.

અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થયાં હતાં. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું હતું.

આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ આઠ આરોપીની ઘરપકડ કરી છે. હજી પણ કાર્તિક પટેલ હજી પણ ફરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version