Site icon Gujarat Mirror

દસાડા પોલીસના ડ્રાઇવરે બૂટલેગરને ફોન કરી દારૂના કેસમાં 80 હજારની લાંચ માગી

જિલ્લા પોલીસે ખાસ કરીને બુટલેગરો અને રીઢા આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આથી જ એક પછી એક બુટલેગરોને ત્યાં દરોડા પડાયા હતા. ત્યારે દસાડામાં રહેતા એક વ્યકિતને ત્યાં દરોડો પાડ્યો હતો. દારૂૂ અંગે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

બાદમાં આ આરોપી છૂટી ગયા બાદ દસાડા પોલીસ મથકના ડ્રાઇવરે આરોપી પાસે રૂૂ.80 હજારની માંગણી કરી હતી. એસીબીના છટકામાં આરોપીએ પૈસા સ્વિકાર્યા ન હતા અને બીજા વ્યકિતને આપવાનું કહ્યું હતું. આથી પૈસા માંગ્યાના રેકોર્ડિંગ સહિતની બાબતોને ધ્યાને લઇને પૈસા માંગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના દસાડા પોલીસ મથકમાં ભરતભાઇ કાનજીભાઇ મેમકીયા હેડ કોન્સ્ટેબલ છે. ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા પોલીસ દસાડામાં દારૂૂ અંગેની રેડ કરી હતી. જેમાં દારૂૂ મળી આવતા આરોપી સામે 12 ચપલા દારૂૂનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ ગુનામાં જોકે આરોપી જામીન મુક્ત થઇ ગયો હતો. ત્યાર બાદ હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ મેમકીયાએ દારૂૂના કેસમાં જામીન ઉપર મુક્ત થયેલા આરોપીને ફોન કરીને રૂૂ.80 હજારની માંગણી કરી હતી. આથી આરોપીએ એસીબીને જાણ કરી હતી. જેના આધારે અમદાવાદ એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. પરંતુ પોલીસ જમાદારે ઓલાભાઇને આપી દેજોને પેલા ભાઇને આપી દેજોતેવું કહીને પૈસા સ્વીકાર્યા ન હતા. આથી આરોપી અને પોલીસ વચ્ચે થયેલી તમામ વાતચીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ રેકોર્ડિંગ એસીબીમાં રજૂ કરવામાં આવ્યું હતું.

પોલીસે જમાદાર ભરત મેમકીયા વિરૂૂધ્ધ લાંચ માંગવાનો ગુનો સુરેન્દ્રનગર એસીબી પીઆઇ મુકેશ પટેલે દાખલ કર્યો હતો. જેની તપાસ મોરબી એસીબી પીઆઇ પી.એ.દેકાવડીયાને સોંપવામાં આવી છે. તેમણે આરોપી જમાદારને ધ્રાંગધ્રા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

Exit mobile version