Site icon Gujarat Mirror

વેરાવળના નાવદ્રા ગામે એલપીજીના કાળાબજારીનો પર્દાફાશ, 33 બાટલાઓ સાથે શખ્સ ઝડપાયો

પ્રવર્તમાન સમયમાં મધ્યપુર્વ દેશોમા ચાલી રહેલ યુધ્ધના કારણે પેટ્રોલીયમ ગેસ તથા અન્ય પુરવઠામાં અસર સર્જાયેલ હોય આ પરીસ્થિતીને પહોંચી વળવા ભારત સરકાર દ્વારા સંભવીત એલપીજી ગેસ પુરવઠાને નિયંત્રીત કરવા માટે ESMA લાગુ કરેલ હોય જે અન્વયે પેટ્રોલીયમ ગેસનો ગેરકાયદેસર સંગ્રહ કે વધારાના ભાવે વેચાણ કે ગેરવપરાશ કરતા વ્યક્તિઓ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ. સુવા નાઓ પો.સ્ટાફ સાથે ગેસ ગોડાઉન ઉપર તથા ગેસ વિક્રેતા તથા ગેસ એજન્સીઓ વિગેરે જગ્યાઓએ વોચ તપાસ તથા પેટ્રોલીંગમા હતા દરમિયાન સાથેના પો.સ્ટાફના દેવદાનભાઇ માણંદભાઇ , વિપુલભાઇ અમૃતભાઇ, કૈલાસસિંહ જેસાભાઇ ,મહાવીરસિંહ મંગલસિંહ નાઓની સંયુકત બાતમી આધારે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારના વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામની સીમમાં રહેતા નિલેશ હિરાભાઈ સેવરાના રહેણાંક મકાન પાસે આવેલ ઓરડીમાં તપાસ કરતા ઘરેલું ગેરકાયદેસર રીતે કોઇ પાસ પરમીટ વગરના એલપીજી ગેસના બાટલાનો નીચે મુજબનો જથ્થો મળી આવતા સંડોવાયેલ ઇસમને પુછપરછ કરતા ઉપરોકત એલપીજી ગેસના બાટલાનો જથ્થો પોતે કાળાબજારીમા વેચતો હોવાનું જણાવતા તેમની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.અને ખાલી બાટલા 24 અને ભરેલા બાટલા 9 કુલ 33 બાટલા કબ્જે કરેલ છે.

Exit mobile version