ગુજરાત
વડોદરાના અગોરા મોલના દબાણ પર દાદાનું બુલડોઝર ફર્યુ
વડોદરામાં પૂર લાવનારા વિશ્વામિત્રી નદી પરના દબાણો પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આજે સવારે અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસને તોડવાની કામગીરી શરૂૂ કરાઇ છે. 3000 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને દૂર કરાશે. આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3 હજાર સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 ઉંઈઇ, અધિકારીઓ, પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી રહી છે.
3000 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામા બનાવેલું 3 માળનું ક્લબ હાઉસનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. આ ક્લબ હાઉસ દૂર કરવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3 હજાર સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે. ભવ્ય ક્લબ હાઉસમાં ઓફિસો હતી. ઓફિસોના દરવાજા કાચના હતા. ભવ્ય ઇન્ટિરિયર ડેકોરેશન હતું. મોલના માણસો દ્વારા શક્ય તેટલું ફર્નિચર સહિત અન્ય સામાન કાઢી લેવામાં આવ્યો હતો. માત્ર ક્લબ હાઉસ નામ હતું. બાકી તેમાં ઓફિસો બનાવી વેચાણ અને ભાડેથી આપવામાં આવી હતી. અગોરા મોલનુ ક્લબ હાઉસ સહિત અન્ય દબાણો દૂર કરવા માટે પાલિકાએ અગોરા મોલ માલિકો પાસેથી નાણાં વસૂલ કરવા પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે માગ કરી છે.
દબાણ શાખાની બીજી ટીમ દ્વારા નિઝામપુરામાં ભુખી કાંસ ઉપરના દબાણો પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મંગલ પાંડે રોડ ઉપર આવેલ અગોરા મોલના ક્લબ હાઉસ અને ડિટર્મિંગને દૂર કરવાની કામગીરી સમયે વાહનચાલકો પણ પોતાના વાહનો બાજુ પર મૂકીને પાલિકાની આ કામગીરી જોવા માટે ઊભા રહી ગયા હતા. આ ઉપરાંત કેટલાક આસપાસના વિસ્તારના લોકો પણ આ કામગીરી જોવા માટે ઊમટી પડ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને એક મહિનો પૂર્ણ થયો છે. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર માટે વિશ્વામિત્રી નદીના કિનારે ખડકી દેવામાં આવેલા દબાણો જવાબદાર ઠેરવાયા હતા.
જેને લઈને વિપક્ષ તેમજ શહેરીજનો દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂૂપ કોર્પોરેશન દ્વારા વેમાલીથી વડસર સુધીની 23 કિલોમીટરના કિનારાની ઉપર ડ્રોન તેમજ ફિઝિકલી સરવે હાથ ધરવામાં આવ્યો હતો. સરવે દરમિયાન 25 જેટલા દબાણો સામે આવ્યા હતા જે પૈકી 11 જેટલા દબાણકારોને પાલિકા દ્વારા 72 કલાક પૂર્વે નોટિસ આપવામાં આવી હતી.