સાયક્લોનિક સર્ક્યુલેશને ગુજરાતીઓનો છોડાવ્યો પરસેવો

સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી : 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી “ગરમ” આંદામાનના અમુક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી છતાં અલ-નીનો વિલન ગુજરાતમાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો…

સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી : 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી “ગરમ”

આંદામાનના અમુક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી છતાં અલ-નીનો વિલન

ગુજરાતમાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને સમગ્ર રાજ્ય ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટની લપેટમાં છે. હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના નાગરિકોને આ આકરા ઉનાળામાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો રહેશે અને અસહ્ય ઉકળાટભર્યું વાતાવરણ યથાવત રહેશે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સિસ્ટમના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જ્યારે તાપમાન ઊંચું હોય અને હવામાં ભેજ ભળે ત્યારે બફારો અને ઉકળાટ ખૂબ જ વધી જાય છે. આ જ કારણ છે કે વાસ્તવિક તાપમાન કરતાં પણ લોકોને ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. આગામી દિવસોમાં પણ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારોમાં જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં પણ પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 43 ડિગ્રી અને આર્થિક પાટનગર અમદાવાદમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અકળાઈ ઉઠ્યા છે. ઉત્તર ગુજરાતના ડીસા અને સરહદી જિલ્લા કચ્છના ભુજમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો છે. સુરેન્દ્રનગર 44.5ઓઈ, રાજકોટ 43.5ઓઈ, અમરેલી 43.3ઓઈ, ગાંધીનગર 43.0ઓઈ, ભુજ 42.6ઓઈ, વડોદરા 42.6ઓઈ, ડીસા 42.3ઓઈ, અમદાવાદ 42.1ઓઈ નોંધાયું હતું.

ઈંખઉ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર, નિકોબાર દ્વીપસમૂહ અને આંદામાન દ્વીપસમૂહના વિજયપુરમ સહિતના કેટલાક ભાગોમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ચોમાસું કેરળ પહોંચશે અને 26 મે સુધીમાં કેરળમાં તેની એન્ટ્રી થઈ શકે છે. આ વર્ષે ભારતમાં ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આશંકા છે, કારણ કે અલ નીનો મજબૂત થવાને લીધે આ વર્ષે સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે, જે ઓછો વરસાદ થવાનું કારણ બનશે.