Site icon Gujarat Mirror

ચાંદી ચોરીની તપાસ અંતે સ્ટેટ જીએસટીને સોંપાઈ

છેલ્લા ઘણા સમયથી સનરાઈઝ પેઢી જેના મારફતે ચાંદી મોકલવામાં આવ્યું તે રાજકોટથી અનેકવિધ પેઢીઓ સાથે વેપાર કરતી’તી

સનરાઈઝ નામની પેઢીને 106%નો ફટકારાશે દંડ : રાજકીય પ્રેશર શરૂ થયું હોવાની ચર્ચાએ પકડ્યું જોર

રાજ્યમાં ચાંદીની દાણચોરીનો પર્દાફાશ થયો છે જેમાંથી 181 કિલો ચાંદી બિન હિસાબી હોવાનું પણ માલુમ પડ્યું છે હાલ આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટી પેઢીનું નામ ખુલ્યું નથી અને સમગ્ર તપાસ હાલ સ્ટેટ જીએસટી ન સોંપી દેવામાં આવી છે. એટલું જ નહીં સેન્ટ્રલ જીએસટી અને એટીએસ દ્વારા જે એરપોર્ટથી ચાંદી પકડવામાં આવી હતી તેનો કબજો પણ સ્ટેટ જીએસટીને સોંપી દેવામાં આવ્યો હોવાનું હાલ જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.

જીએસટી દ્વારા હવે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી દીધી છે અને પ્રાથમિક કારણ એ સામે આવ્યું છે કે હાલ જે પાર્ટીનું નામ ચર્ચાઈ રહ્યું છે તેની સાથે અવારનવાર ચાંદીના વેપાર કરવામાં આવેલા છે અને જુના વ્યવહારો અંગે પણ હાલ તપાસ ધમધમે છે. સ્ટેજ જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી ટેક્સ ચોરીનું કાવતરું ચાલતું હતું. તો બીજી તરફ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો ની બાદમીના આધારે સેન્ટ્રલ જીએસટીને જે સફળતા મળી છે તેમાંથી 181 કિલો ચાંદી હિસાબી હોવાનું માલુમ પડતા હાલ સ્ટેટ જીએસટી ન સમગ્ર કેસ સોંપી દેવામાં આવ્યો છે હવે આવા પહેલા વિભાગ પણ સ્ટેજ જીએસટી સાથે મળીને તપાસ હાથ ધરશે.

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગત દિવસોમાં ઝડપાયેલા 400 કિલો ચાંદીના જથ્થા મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. સત્તાવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વિશાળ જથ્થામાંથી 181 કિલો ચાંદી સંપૂર્ણપણે બિનહિસાબી છે. આ ઘટસ્ફોટ બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ હરકતમાં આવી છે અને ટેક્સ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે. રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સુવિધા દ્વારા મંગાવવામાં આવેલા 400 કિલો ચાંદીના જથ્થાની જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેમાંથી માત્ર 219 કિલો ચાંદીના જ માન્ય દસ્તાવેજો ઉપલબ્ધ હતા. બાકીની 181 કિલો ચાંદીનો કોઈ હિસાબ કે બિલ ન મળતા વિભાગ દ્વારા તેને જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જો આ મામલે યોગ્ય તપાસ થશે તો ગુજરાતમાં ચાલતા ટેક્સ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે. હાલમાં સેન્ટ્રલ ૠજઝ વિભાગ આ મામલે તપાસ ચલાવી રહ્યું છે, પરંતુ બિનહિસાબી જથ્થાની કિંમત અને તેની પાછળના શંકાસ્પદ વ્યવહારોને જોતા આગામી સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ આ કેસ સોંપવામાં આવી શકે છે. તપાસ એજન્સીઓ હવે એ દિશામાં પણ કામ કરી રહી છે કે આ પહેલા આ રીતે કેટલા ક્ધસાઈનમેન્ટ રાજકોટ આવ્યા હતા અને તેમાં કેટલું બિનહિસાબી ચાંદી લાવવામાં આવ્યું હતું. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રાજકોટની કઈ પેઢી આ જથ્થો મંગાવી રહી હતી અને આટલી મોટી માત્રામાં બિનહિસાબી કિંમતી ધાતુ લાવવાનો હેતુ શું હતો?

Exit mobile version