ભાવનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1.14 કરોડ ચૂકવવા આદેશ

ભાવનગરમાં ચેક રિટર્ન થતા કોર્ટે આરોપીને રૂૂપિયા 1.14 કરોડ ચૂકવવા હુકમ કર્યો છે. બનાવ ની વિગત એવી છે કે ભાવનગર શહેરમાં કુંભારવાડામાં સ્ક્રેપનો વ્યવસાય કરતા…

ભાવનગરમાં ચેક રિટર્ન થતા કોર્ટે આરોપીને રૂૂપિયા 1.14 કરોડ ચૂકવવા હુકમ કર્યો છે.
બનાવ ની વિગત એવી છે કે ભાવનગર શહેરમાં કુંભારવાડામાં સ્ક્રેપનો વ્યવસાય કરતા રફીકભાઇ અલીભાઇ ઓફતાણીએ વેપારી મુદ્દસરભાઇ યુસુફભાઇ જાકાને ઉધારીમાં રૂૂા. 68,65,280નો ભંગાર વેચાણ અર્થે આપેલ હતો.

જેના બદલામાં આરોપી મુદ્દસરભાઇ જાકાએ રૂૂા. 57 લાખના ત્રણ જુદા જુદા ચેક રફીકભાઇને આપેલા હતા જે ચેકો અપુરતા ભંડોળને લઇ બેન્કમાંથી પરત ફરતા ફરિયાદી રફીકભાઇએ આરોપી વિરૂૂદ્ધ કેસ કરેલ.

જે કેસ ભાવનગરના બીજા એડીશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને ચેકની રકમની બમણી રકમ રૂૂા. 1.14 કરોડ દંડ પેટે જમા કરાવવા તેમજ નવ ટકા લેખે વળતર અને રકમ ન ચુકવે તો ત્રણ માસની સજાનો હુકમ કરાયો હતો.