Uncategorized

કોરોનાનો નવા વેરિયન્ટ JN.1નો 11 રાજ્યોમાં પગપેસારો, નવા 328 કેસ નોંધાયા

Published

on

દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે અને કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વેરિયન્ટ JN.1 જોવા મળી રહ્યો છે અને તેનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. ગયા અઠવાડિયામાં જીનોમ સિક્વન્સિંગ માટે આવેલા દર્દીઓના સેમ્પલમાં આ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે, જે 40થી વધુ દેશોમાં સંક્રમણ વધારી રહ્યું છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના કેસો સામે આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડના 328 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિની મોત થઈ છે જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 2997 થઈ ગઈ છે. નવા વેરિયન્ટના કુલ કેસ 21 છે. છેલ્લા પાંચ અઠવાડિયાથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં આ નવો વેરિયન્ટ JN.1 જોવા મળ્યો છે અને તેમાં હવે ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ભારત INSACOGએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપેલી એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ગયા મહિને જીનોમ સિક્વન્સિંગ દરમિયાન દેશના પહેલા ચાર JN.1 સંક્રમણના કેસો સામે આવ્યા હતા પરંતુ આ મહિને 17 દર્દીઓમાં આ નવો વેરિયન્ટ JN.1 જોવા મળ્યો છે. કુલ આઠ સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં તમામમાં આ નવો વેરિયન્ટ જોવા મળ્યો હતો જ્યારે આ પ્રથમ અઠવાડિયામાં જ 20થી 50 ટકા સેમ્પલમાં જોવા મળ્યો છે.
INSACOGએ સિવાય રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)એ પણ સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે JN.1નું સંક્રમણ દેશના 11 રાજ્યો સુધી પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેના સેમ્પલની જીનોમ સિક્વન્સિંગની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version