રબારી સમાજનું બંધારણ : જલ-સગાઈ-લગ્નના નિયમો ઘડાયા

સગાઈમાં રોકડ રૂા.3 લાખ અને 7 તોલા સુધી સોનાની લિમિટ, લગ્નમાં માત્ર ભાયુકુટુંબ પૂરતો જ જમણવાર; ભંગ કરનારને દંડ માતાજીના માંડવામાં પણ વ્યવહાર પ્રથા સદંતર…

સગાઈમાં રોકડ રૂા.3 લાખ અને 7 તોલા સુધી સોનાની લિમિટ, લગ્નમાં માત્ર ભાયુકુટુંબ પૂરતો જ જમણવાર; ભંગ કરનારને દંડ

માતાજીના માંડવામાં પણ વ્યવહાર પ્રથા સદંતર બંધ, મરણ પ્રસંગે પણ લૌકિક પ્રથા માત્ર ત્રણ દિવસ, છાજિયા લેવાની સંપૂર્ણ મનાઈ

સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ સમરસ યુવા સંગઠન દ્વારા મોરબીના લીલાપર કેનાલ રોડ પર રબારી સમાજ મહાસંમેલન યોજાયું હતું જેમાં રબારી સમાજનું સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. મચ્છુ કાંઠા રબારી સમાજના સામાજિક બંધારણના નિયમોની વાત કરીએ તો દીકરા-દીકરીની સગાઇ કરતી વખતે લેતીદેતીની પ્રથામાં રોકડ રકમ વધુમાં વધુ 3 લાખ અને ઘરેણા વધુમાં વધુ 7 તોલા લઇ શકાશે જે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે જેમાં 3 લાખથી વધુ રૂૂપિયા લીધા હશે તો તમામ રૂૂપિયા નાતના સામાજિક કાર્યમાં આપવાના રહેશે અને બાદમાં બંને પક્ષે રૂૂ 1-1 લાખ દંડ ચૂકવવાનો રહેશે.

સગાઇ પછી જલના પ્રસંગમાં વધુમાં વધુ રૂૂ 500 જ આપવા અન્ય હરખ પ્રથા સંપૂર્ણ બંધ રહેશે જલ પછી કપડા લઈને જાય ત્યારે માત્ર ત્રણ જોડી કપડા, સાંકળા અને દાણો જ આપવો અન્ય કાઈ નહી જે બંને નિયમ ભંગ બદલ બંને પક્ષે રૂા. 11,000 દંડ ચૂકવવાનો રહેશે ચુંદડી પ્રસંગમાં શકણરૂૂપે માત્ર ત્રણ જોડી કપડા, સાંકળા અને દાણો આપવો જે નિયમ ભંગ બદલ બંને પક્ષે રૂા.21 હજાર દંડ ચૂકવવાનો રહેશે.

લગ્ન લખે ત્યારે દીકરી પક્ષેથી વધુમાં વધુ 7 વ્યક્તિએ જવું અને દીકરા પક્ષે અન્ય સગા વ્હાલાઓ તેડાવવા નહિ નેહડાનો જમણવાર કરવો નહિ માત્ર ભાયું કુટુંબ પુરતો જમણવાર રાખવો જે નિયમ ભંગ બદલ રૂૂ 11,000 દંડ ચૂકવવાનો રહેશે લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ રૂૂ 51,000 રોકડા આપી દેવા નિયમ ભંગ બદલ બંને પક્ષે અલગ અલગ રૂૂ 50,000 દંડ ચૂકવવાનો રહેશે લગ્નના મામેરામાં સગા મામા-માસીને જ પહેરામણી આપવી દેરાણી જેઠાનીના મામેરા સદંતર બંધ, વળતર પ્રથા પર પ્રતિબંધ જે નિયમ ભંગ કરનાર માંમેરીયા અને ધરઘણી એમ બંને પક્ષે રૂૂ 11,000 દંડ માતાજીના માંડવામાં વેવાર પ્રથા સદંતર બંધ નિયમ ભંગ બદલ રૂૂ 51,000 દંડ ભરપાઈ કરવાનો રહેશે. તેમજ વસ્તુપૂજન અને હવન સહિતના નાના પ્રસંગોમાં માત્ર સાસરિયાઓનો જ વેવાર લેવો અન્ય કોઈપણ સગા વ્હાલાઓને વેવાર લેવો નહિ સાસરિયા સિવાય કોઈનો પણ વેવાર લેશે તો રૂૂ 11,000 દંડ ભરપાઈ કરવાનો રહેશે.

લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ 51,000 રૂૂપિયા રોકડા આપી દેવાના રહેશે. આ નિયમનો ભંગ કરવા પર બંને પક્ષે અલગ-અલગ 50,000 રૂૂપિયાનો દંડ લાગશે. મામેરામાં માત્ર સગા મામા-માસીને જ પહેરામણી આપવાની રહેશે. દેરાણી-જેઠાણીના મામેરા અને વળતર પ્રથા સદંતર બંધ કરી દેવાઈ છે. જો કોઈ આ કરશે તો મામેરું લાવનાર અને ઘરધણી એમ બંને પક્ષે 11,000 રૂૂપિયા દંડ લાગશે.

મરણ પ્રસંગે લૌકિક વાર ત્રણ જ રાખવા અને પાણી ઢોર પછી કોઈએ લૌકીકે જવું નહિ મરણ પ્રસંગે મહિલાઓએ કોટ કણ કરવી નહિ (સદંતર પ્રતિબંધ) દાળામાં બને ત્યાં સુધી સાદું ભોજન રાખવાનો આગ્રહ રાખવો શ્રાદ્ધ તેમજ રખ પાંચમની વિધિમાં કુટુંબ અને બહેન દીકરીઓ સિવાય અન્ય કોઈ સગા વ્હાલાઓ તેડાવવા નહિમાતાજીના માંડવામાં વ્યવહાર (વેવાર) પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે, જો નિયમ તૂટ્યો તો 51,000 રૂૂપિયાનો દંડ થશે. વાસ્તુ પૂજન કે હવન જેવા નાના પ્રસંગોમાં પણ ફક્ત સાસરિયાઓનો જ વ્યવહાર લેવાનો રહેશે. સાસરિયા સિવાય અન્ય કોઈનો વ્યવહાર લેશે તો 11,000 રૂૂપિયા દંડ ભરવો પડશે.

મરણ પ્રસંગે લૌકિક ક્રિયા (બેસણું) માત્ર 3 દિવસ જ રાખવાનું રહેશે અને ’પાણી ઢોળ’ વિધિ પછી કોઈએ લૌકિકે જવાનું રહેશે નહીં. મરણ પ્રસંગે મહિલાઓ દ્વારા છાજિયા લેવા (કોટ કણ કરવા) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. દાળામાં (મરણ પાછળના જમણવારમાં) બને ત્યાં સુધી એકદમ સાદું ભોજન જ રાખવાનો આગ્રહ કરાયો છે. આ ઉપરાંત, શ્રાદ્ધ અને રાખ પાંચમની વિધિમાં માત્ર ઘરના કુટુંબીજનો અને બહેન-દીકરીઓ સિવાય અન્ય કોઈ સગાં-વહાલાઓને બોલાવવાના રહેશે નહીં.

સગાઈ અને લેતીદેતીના નવા નિયમો
નવા નિયમો મુજબ, દીકરા કે દીકરીની સગાઈ વખતે લેતીદેતીમાં હવે વધુમાં વધુ 3 લાખ રૂૂપિયા રોકડા અને 7 તોલા જેટલા જ ઘરેણાં આપી શકાશે. જો કોઈએ આ નિયમ તોડીને 3 લાખથી વધુ રકમ લીધી હશે, તો વધારાની પૂરેપૂરી રકમ સમાજના ફંડમાં (સામાજિક કાર્યો માટે) જમા કરાવવી પડશે. આટલું જ નહીં, આવું કરવા બદલ બંને પક્ષે (લેનાર અને આપનાર) 1-1 લાખ રૂૂપિયાનો દંડ પણ ચૂકવવો પડશે.

જલ અને ચુંદડીના પ્રસંગમાં સાદાઈ
સગાઈ પછી જ્યારે ’જલ’ નો પ્રસંગ આવે ત્યારે શુકન પેટે માત્ર 500 રૂૂપિયા જ આપવાના રહેશે, બાકીની હરખ પ્રથા અને લેવડદેવડ સંપૂર્ણ બંધ રહેશે. જલ પછી જ્યારે કપડાં આપવા જાય ત્યારે માત્ર 3 જોડી કપડાં, સાંકળા અને દાણો જ આપવાનો રહેશે, અન્ય કંઈ નહીં. જો આ નિયમ તૂટશે તો બંને પક્ષે 11,000 રૂૂપિયાનો દંડ લાગશે. એવી જ રીતે, ’ચુંદડી’ ના પ્રસંગમાં પણ શુકન રૂૂપે માત્ર 3 જોડી કપડાં, સાંકળા અને દાણો જ આપી શકાશે. આ નિયમનો ભંગ કરવા પર બંને પક્ષે 21,000 રૂપિયા દંડ ભરવો પડશે.