Site icon Gujarat Mirror

પરસાણાનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું: સાતની ધરપકડ

11 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેરના જામનગર રોડ પરસાણાનગરમાં મકાનમાં મહિલા સંચાલિત જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી સાત મહિલાને ઝડપી 11 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યા હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, પરસાણાનગર બાલાજી કોલ્ડડ્રીંકસની સામે સપનાબેન સુનિલભાઈ દુધાણીના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઈ આર.કે.ગોહિલ, રવિભાઈ ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સપનાબેન દુધાણી, ક્રિષ્નાબેન દયારામ દલવાણી, વનિતાબેન નરેશભાઈ હરવાણી, પુજાબેન દિપકભાઈ લાલવાણી, સુનિતાબેન ભાવેશભાઈ ભોજવાણી, ચાંદનીબેન મહેશભાઈ વસ્તદાણી અને કાપતાબેન સુરેશભાઈ પારવાણીને ઝડપી 11 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યા હતાં.

Exit mobile version