ગુજરાત મિરર, વડોદરા તા.17
આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ વોર્ડ નંબર 19 માં ભાજપ અને કોંગ્રેસ બંને સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
ટિકિટ ન મળવાથી નારાજ ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને તેમણે ચૂંટણી જીત્યા પછી જનતા માટે કામ કરવાની અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ રાજપૂતે વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર 19માં ભાઈઓ બહેનોને એક દુ:ખની વાત કહેવા માંગુ છું કે, હું આજે દુ:ખના તોફાનમાં વહી રહ્યો છું. હું કારગિલનો યોધ્ધા રહ્યો છું. ત્યાં પણ મને એટલી તકલીફ પડી નથી. 2 મહિના સુધી યુદ્ધ ચાલ્યું હતું. બધા દુ:ખ સહન કર્યા હતા. પણ કોંગ્રેસે ટિકિટ ન આપી એનું મને ખૂબ દુ:ખ થયું છે, હું છાતી ફાડીને બતાવી શકું છું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે 2 વાગ્યે મારી ટિકિટ કાપવામાં આવી. કોંગ્રેસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મને દગો આપ્યો છે.
દિલ્હીના નેતાઓએ ગદ્દારી કરી છે. મારી સાથે અન્યાય કર્યો છે. બન્ને પાર્ટીઓએ રાજનીતિને મંડી બનાવી દીધી છે. હું રાહુલ ગાંધીને આજે પણ સાચા દેશ ભક્ત માનું છું.
તેઓએ વધુમાં કહ્યું કે, પૈસાના લોભે મારી ટિકિટ કાપી છે. મેં હંમેશા ડોર ટુ ડોર કેમ્પેનિંગ કર્યું છે.
વોર્ડ નંબર 19ના લોકો હું તમારી સમસ્યાઓ દૂર કરવા માટે તૈયાર છું. તમે મને બહુમતથી જીતાડો. ગુજરાત અને દેશમાં એક મેસેજ જાય, કે એક દેશભક્ત નેતા બની શકે છે. બધા ઉમેદવારો બેઈમાન છે, અશિક્ષિત છે. પૈસાવાળા છે. એ તમારી સેવા નહીં કરી શકે. હું ટખઈને જીવવા નહીં દઉં. ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે.
કોંગ્રેસે મારી સાથે વિશ્ર્વાસઘાત કર્યો, રાત્રે બે વાગ્યે મારી ટિકિટ કાપી; નિવૃત્ત આર્મીમેનનો વલોપાત
ગુજરાત મિરર, વડોદરા તા.17 આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ વોર્ડ નંબર 19 માં ભાજપ અને કોંગ્રેસ બંને સામે…
