ક્રાઇમ

મોરબીમાં નાણાની પઠાણી ઉઘરાણી કરતા ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ

Published

on


મોરબી શહેરમાં વ્યાજનું દુષણ ડામવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા તેમાં છતાં લોકો વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ જાય છે.


ત્યારે મોરબીમાં રહેતા યુવકે ત્રણ શખ્સો પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂૂપિયા લિધેલ હોય જેનું ઉંચુ વ્યાજ ચુકવતા હોવા છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના વવાણીયા ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર આઇટીઆઇ પાછળ રહેતા વસંતભાઈ જેરાજભાઈ વાઘેલા (ઉ.વ.24) એ આરોપી ભોલુ જારીયા રહે. રવાપર રોડ મોરબી તથા મહિપતસિંહ જાડેજા રહે. શનાળા રોડ મોરબી અને જીવણભાઈ બોરીચા રહે. ખાખરાળા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં લીધેલ હોય જે રૂૂપિયાના બદલામાં ફરીયાદીએ આરોપીઓને ઉંચુ વ્યાજ ચૂકવતા હોવા છતાં આરોપીઓએ ફરીયાદીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-36-એસી-2971 વાળી બળજબરી પૂર્વક પડાવી લઇ તથા સાહેદની માલીકીનુ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-36-પી-5284 તથા મોબાઇલ ફોન ઓપ્પો કંપનીનો એફ-27 કિ રૂૂ. 30,000 વાળો બળજબરી પૂર્વક લઈ જઈ આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ટાટીંયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસે પઠાણી ઉઘરાણી કરતા હોવાની આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version