Site icon Gujarat Mirror

સિવિલમાં દર્દીના સગા અને સિક્યુરિટી વચ્ચે બબાલ


રાજકોટ સિવિલ હોસ્પીટલમાં અવાર-નવાર દર્દીના સગા અને સ્ટાફ વચ્ચે ઝઘડો અને મારામારીના બનાવો સામે આવતા રહે છે ત્યારે આજે વધુ એક બનાવમાં સિવિલના ઇમરજન્સી વોર્ડ પાસે દર્દીના સગા અને સિકયુરીટી સ્ટાફ વચ્ચે ઝપાઝપી થઇ હતી. બનાવને પગલે ટોળા ઉમટી પડયા હતા.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં રહેતા ચંદુભાઇ રવજીભાઇ જોટાણીયા (ઉ.વ.57) નામના પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તબીબો દ્વારા તેમને ઇમજન્સી બિલ્ડીંગમાં આવેલા વોર્ડ નં.11માં દાખલ કરવામાં આવ્યા હતા.

વોર્ડમાં દર્દી પાસે એક વ્યકિતને રોકાવાનો નિયમ હોવા છતા દર્દી પાસે ત્રણ સંબંધી બેઠા હોવાથી એકસ આર્મીમેને સંબંધીઓને વોર્ડમાંથી બહાર જવા કહ્યું હતું. જેથી દર્દી ચંદુભાનિા પુત્ર દિનેશે એકસ આર્મીમેન સાથે બોલાચાલી કરી પાટા મારી દીધા હતા.


દરમિયાન સિકયુરીટી સ્ટાફ દ્વારા દિનેશને પકડી વોર્ડમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો ત્યારે ઇમરજન્સી વિભાગના દરવાજા પાસે પણ દિનેશે સિકયુરીટી સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. હોસ્પીટલમાં બબાલ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા.

Exit mobile version