ગુજરાત
ફૂડ વિભાગનું 59 પેઢીમાં ચેકિંગ, ફક્ત બે કિલો વાસી ભજિયા હાથ લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 59 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી. પરંતુ એક સ્થળેથ ફક્ત 2 કીલો ભજીયાનો વાસી જથ્થો હાથ લાગ્યો હતો. આથી કામગીરી બાતવા અવરનેશ નામે 50 નમુનાની સ્થળ ઉપર તપાસ કરી ક્લિન ચીટ આપી દીધી હતી. ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન ચુનારાવાડ ચોક રાજકોટ મુકામે આવેલ “ચામુંડા ફરસાણ સ્વીટ માર્ટ’ પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય ખમણ અને ભજીયાનો અંદાજીત 02 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સત્યસાંઈ મેઇન રોડ, રાજનગર ચોકથી માયાણી ચોક તથા રેલનગર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 59 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 25 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 50 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી. ફૂડ વિભાગ દ્વારા (01)મેગી સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02) પટેલ નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03) રાધે હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04) બાલાજી પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)પટેલ પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)રઘુવંશી પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)જય શક્તિ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જય સોમનાથ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)શક્તિ પાન ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)ઋઉ સુપર માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ડઢણ મેડિકલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)જય વેલનાથ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)જય બાલાજી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)ખોડિયાર જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)જીવા આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)કલેજાની ચા – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.