ગુજરાત
ભાજપના રાજમાં અવાજ ઉઠાવવા બહેનોએ જ જાગવું પડશે: ઉદયભાનુ ચીબ
ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનું ચીબ તેમજ શક્તિ સુપર સી સંગઠનની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી. હિરાસર એરપોર્ટથ સર્કિટ હાઉસ સુધી રેલી સ્વરૂપે મહિલા સંગઠન શક્તિ સુપર સીની ટીમનો કાર્યક્રમ હેમુ ગઢવી હોલમાં યોજાયો હતો. અહીં ઉપસ્થિત આગેવાનોએ વર્તમાન સરકાર પર પ્રહારો કરી મહિલાઓને જાગૃત થવા પર ભાર મૂક્યો હતો.
મહિલા શક્તિ સુપર સીના ચેરમેન વૈશાલી સિંદે એ કહ્યું હતુ કે, આજના સમયમાં મહિલાઓને હજુ પણ વધુ સશક્ત બનવું પડશે અને તેના માટે શક્તિ સુપર સી સંગઠન હંમેશા મહિલાઓને પ્રોત્સાહિત કરવા, સશક્ત કરવા માટે હર હંમેશ તત્પર છે. ઓલ ઇન્ડિયા શક્તિ સુપર સીના ઇન્ચાર્જ એવા શરીફા રહેમાનજીએ પણ મહિલાઓને લિંગ સમાનતાની વાત કરીને સમાજની અંદર જો લિંગ આધારિત હિંસા ભેદભાવ ઘરેલુ હિંસા વેગેર જેવી સમસ્યાઓને કઇ રીતે દૂર કરી શકાય અને મહિલાઓને એ બાબતે સકારાત્મક બની જાગૃતતા લાવી જોઇએ તેના માટેની વાત કરવામાં આવી.
પૂર્વ પ્રમુખ હિમાચલ પ્રદેશ નિગમ ભંડારીએ મહિલાઓના નેતૃત્વ બાબતે વકતવ્ય તેમણે આપ્યું હતું. ગુજરાતના ઇન્ચાર્જ એવા શશી સિંગે કહ્યું હતુ કે, મહિલાઓને આત્મવિશ્ર્વાસ વધારવા માટે મહિલાઅને સ્વતંત્ર રીતે સામાજિક જવાબદાર વ્યક્તિ બનાવવા માટેના પ્રભાવશાળી કાર્યો શક્તિ સુપર સી સંગઠન કરી રહી છે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા દ્વારા શક્તિ સુપર સીની સમગ્ર ટીમને ધન્યવાદ કહી અભિનંદન આપ્યા હતા. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનું ચીબએ કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણી વખતે મહિલાઓને લાડલી બેના જેવી યોજનાનો લાભ મળ્યો હતો. ગુજરાતની બહેનોને શામ માટે નહીં? અન્ય રાજ્યમાં જો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં મળથી હોય તો ગુજરાતમાં કે 1100 રૂપિયા? એટલે આજના સમયમાં અવાજ ઉઠાવવા માટે મહિલાઓએ હવે જાગવું પડશે આગળ આવવું પડશે અને તેને આગળ આવવા માટે શક્તિ સુપર સી જેવા સંગઠન હર હંમેશ કાર્યરત છે.
આવનાર દિવસોમાં કોંગ્રેસ
દ્વારા મહિલાઓ માટેના આવા અવનવા સંગઠિત કાર્યક્રમો જરૂર આપવામાં આવશે જુદી જુદી સમસ્યાઓના નિરાકરણ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવશે.