સાંઢિયા પુલ ‘હેપ્પી સ્ટ્રીટ’માં શહેરીજનોની મોજમસ્તી

સાંઢિયા પુલના ઉદ્ઘાટન પૂર્વે મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી અને યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત સાંઢિયા પુલની ભવ્યતા અને અદ્ભુત રોશની વચ્ચે…

સાંઢિયા પુલના ઉદ્ઘાટન પૂર્વે મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી અને યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત સાંઢિયા પુલની ભવ્યતા અને અદ્ભુત રોશની વચ્ચે પરિવારજનો અને મિત્રો સાથે આનંદની ક્ષણો માણી શકાય તે માટે “Happy Street” ં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંઢિયા પુલ પર આ વિશેષ કાર્યક્રમમાં નાગરિકો માટે મનોરંજન, રમતગમત પ્રવૃત્તિઓ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું કરવામાં આવ્યુ હતું.નવનિર્મિત સાંઢિયા પુલ ખાતે કરવામાં આવેલી ભવ્ય અને આકર્ષક રોશની શહેરવાસીઓને વિકાસનું ઝગમગતું નજરાણું માણવાની અનોખી તક મળી હતી. આ અવસરે નાગરિકોએ પ્રકાશથી ઝળહળતા બ્રિજ પર પરિવાર અને મિત્રો સાથે સહેલગાહનો આનંદ માણ્યો હતો. “Happy Street” ખાતે લીંબુ ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, દોરડા કૂદ, લૂડો, સાપસીડી, હોપ્સકોચ, પઝલ જેવી રમતો, ડ્રોઈંગ એક્ટિવિટીની લોકોએ મોજ માણી હતી.