Site icon Gujarat Mirror

ગરબી જોવા જતી બાળાઓનો પીછો કરી 3 લવરમૂછિયાએ છરી બતાવી

ગભરાયેલી બાળાઓએ ઘરે વાત કરતા સ્થાનિકોએ મોડી રાત્રે વોચ ગોઠવી બે ને ઝડપી પોલીસને સોંપ્યા, રાજકોટમાં ચોંકાવનારી ઘટના

ચાર દિવસથી સ્કૂલે જાય કે આવે ત્યારે કે બહાર નીકળે ત્યારે ત્રણેય અવાર નવાર પીછો કરતા હોવાનો આક્ષેપ

રાજકોટ શહેરમાં સામાંકાંઠે ગરબીમાં જતી અને ઘર પાસે વસ્તુ લેવા જતી બે તરુણીનો પીછો કરી જાહેરમાં છરી બતાવી અને ફોટા પાડી પજવણી કરતા બે લવરમુછીયાને સ્થાનિક લોકોએ પકડી પોલીસને સોંપ્યા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. આ ઘટનાને લઇ પોલીસે ગંભીરતા દાખવી તપાસ શરૂૂ કરી હતી.

વધુ વિગતો મુજબ,સામાં કાંઠે પેડક રોડ પર રહેતા સગીરાના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ માર્કેટિંગનું કામ કરે છે.તેની 14 વર્ષની દીકરી ધો.9માં અભ્યાસ કરે છે.ગઇ તા.22/09 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે તેમની દિકરી સોસાયટીની પાછળ ના ભાગે થતી ગરબીમાં ગરબા જોવા માટે ગયેલ અને બાદમાં રાત્રીના સાડા દશેક વાગ્યે તેણી ઘરે પરત ફરેલ તે વખતે થોડી ગભરાયેલી દેખાતા પિતાએ તેણીને પુછેલ કે શું થયુ છે? ત્યારે તેણીએ કંઇ જવાબ આપેલ નહિ અને છેલ્લા બે ત્રણ દિવસથી તેણી ગુમ સુમ રહેતી હતી.

જેથી ગઈકાલ તા.25/09 નાં રાત્રીનાં સાડા દશેક વાગ્યાના સુમારે પિતાએ તેણીને હિંમત આપેલ ત્યારે તેણીએ જણાવેલ કે,છેલ્લા ચારેક દિવસથી ત્રણ છોકરાઓ તેમનો તથા તેની બહેનપણીનો અવાર નવાર પીછો કરે છે તે સ્કૂલે જાય અને ત્યાંથી આવે ત્યારે, ગરબામાં જઈએ આવીએ ત્યારે અને બહાર નીકળીએ ત્યારે તેઓ સતત પીછો કરતા હોય છે અને તેઓના ફોટો પાડે છે તેમજ જાહેરમાં ચાકુ પણ બતાવેલ જેથી સગીરાને ખુબ બીક લાગી હતી.તેવી વાત કરેલ જેથી તે વખતે ફરિયાદીએ તેમની દિકરીને શાંતવના આપી સુવડાવી દીધી હતી.

પરંતુ બીજા દિવસે તેમના લતામાં રહેતા એક વેપારીને આ બાબતે વાત કરેલ ત્યારે તેઓ એ જણાવેલ કે,મને પણ તમારી દીકરી આજે સવારે કહેતી હતી કે તેને કોઇક છોકરાઓ હેરાન કરે છે. તેમ કહેતા ફરિયાદી અને તેમના પાડોશીએ સોસાયટીના લોકોને ભેગા કર્યા હતા અને આ સમગ્ર ઘટનાથી વાકેફ કરેલ બાદમાં ગઈકાલે રાત્રે દિકરીની ઉપર નજર રાખેલ અને જ્યારે તેણી ગરબા જોવા માટે જતી હતી.

ત્યારે ફરિયાદી સહિતના લોકો પણ પાછળ પાછળ ગયેલ અને સોસાયટીનાં મહિલાઓ અને પુરૂૂષો દિકરીઓને હેરાન કરતા છોકરાઓને પકડવા માટે મદદમાં આવ્યા હતા.આ દરમિયાન જોયું તો ડો. ડોબરીયાનાં ક્લીનીકથી પેડક રોડ તરફના રોડ ઉપર બે છોકરાઓ શંકાસ્પદ હાલતમાં આંટા મારતા હતા જેથી સોસાયટી વાળાઓએ ભેગા મળી આ બંનેને ઉભા રાખેલ અને તેઓની પુપરછ કરેલ અને તે વખતે બંને દિકરીને પણ ત્યાં બોલાવેલ ત્યારે તે બંને એ આ છોકરાઓને ઓળખી બતાવ્યા હતા અને આ એજ છોકરાઓ છે.

જે અમને બંને ને છેલ્લા ચાર દિવસથી પીછો કરી હેરાન કરે છે તેમ આ બંને દિકરીઓએ જણાવ્યું હતું.તેમજ આ લોકોની સાથે એક ત્રીજો છોકરો હોય છે જે હાજર મળી આવ્યો નહોતો.તેમજ આ પકડાયેલા બંને લવરમુછીયાની ઉમર 16 વર્ષની અને તેઓ આર્યનગરમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારબાદ 112 નંબર ઉપર ફોન કરતા પોલીસ આવી ગઈ હતી અને બંનેને પોલીસ મથકે લઇ જઇ ગુનો નોંધયો હતો.આ ઘટના મામલે પીએસઆઇ કે.પી.જાદવ અને ટીમે તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version