ગુજરાત

પ્રેમ મંદિર ખાણીપીણી માર્કેટમાં ચેકિંગ : વાસી ખોરાકનો નાશ

Published

on

ફૂડ વિભાગ દ્વારા 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 12ને લાઈસન્સ અંગે નોટિસ અપાઈ

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિર પાસે ભરાતી ખાણી-પીણીની બજારમાં તેમજ આજુબાજુના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી બાલાજી છોલે રાઈઝ કુલચા, હરી કૃષ્ણ દાળ પકવાન, બાલાજી સાઉથ ઈન્ડિયન અને હરસિધ્ધિ વડાપાઉમાંથી વાસી ચટણી ગ્રેવી, બટેટા સહિતનો 37 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 20 દૂકાનોમાં ચકાસણી હાથ ધરી 12 ને લાયસન્સ અંગે નોટીસ અપાઈ હતી. તેમજ બે સ્થળેથી ચટણી અને સંભારના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.


ફૂડ વિભાગ દ્વારા (01)લેજન્ડ ઓફ પંજાબ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)મહાકાળી ફરસાણ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)સતગુરુ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)વિમલભાઈ પૂરી-શાક વાળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શિવ લહેરી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)જય ચામુંડા કૃપા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)માતેશ્રી સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)દર્શન દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)જામનગરના પ્રખ્યાત દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)બરેલી પાન ફળા; કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ગોષીયા કેટરસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (13)સ્વામીનારાયણ ડેરી ફાર્મ (14)ઝમ ઝમ બેકરી (15)જનતા કિરણાં સ્ટોર (16)ભગવતી ફરસાણ સ્ટોર (17)સહાઈ બેકરી (18)ઝમ ઝમ હોટેલ (19)ખોડિયાર ડેરી (20)ચામુંડા ફરસાણની ચકાસણી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version