Uncategorized

303 ભારતીયો સાથેનું ચાર્ટર્ડ વિમાન ફ્રાન્સમાં અટકાવાયું

Published

on

ફ્રાન્સે ભારતીયોને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન ટેકઓફ કરતા અટકાવ્યું છે. આ વિમાનમા કેટકાક સગીરો સહિત 303 ભારતીય નાગરિકો સવાર છે, જે મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆ જઈ રહ્યા હતા. ફ્રાન્સની પોલીસ આ ભારતીય નાગરિકોની મુસાફરીની માહિતીની તપાસ કરી રહી છે. આ વિમાને દુબઈથી ઉડાન ભરી હતી.
મોડેથી મળતા અહેવાલ મુજબ ફ્રાંસના સત્તાવાળાઓએ ચાર્ટડ પ્લેનને અટકાવાયાની જાણ કરતા ભારતીય દુતાવાસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ જાણી મુસાફરોને તકલીફ ન પડે તે સુનિશ્ર્ચિત કર્યુ હતું.
મળતી માહિતી મુજબ ફ્રાન્સે ભારતીય નાગરિકોને લઈને નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને જપ્ત કર્યું છે. આ પ્લેનમાં 303 ભારતીય નાગરિકો સવાર છે. ફ્રેન્ચ એજન્સીઓને શંકા છે કે વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી રહ્યો છે. ફ્રેન્ચ પ્રોસીક્યુટર્સે જણાવ્યું હતું કે એક અનામી સૂચનાને પગલે પ્લેનને અટકાયતમાં લેવામાં આવ્યું હતું. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે ભારતે પ્રજાસત્તાક દિવસના અવસર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. મેક્રોને પોતે ટ્વીટ કરીને આ આમંત્રણ સ્વીકારવાની જાણકારી આપી છે. યુએસ પ્રમુખ જો બિડેને ઇનકાર કર્યા પછી મેક્રોનને મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
ફ્રેન્ચ અધિકારીઓએ દાવો કર્યો છે કે, ભારતથી નિકારાગુઆ જઈ રહેલા પ્લેનનો ઉપયોગ માનવ તસ્કરી માટે થઈ શકે છે. ફ્રેન્ચ અધિકારીઓએ માહિતી આપી છે કે આ મુસાફરોની મુસાફરીની શરતો અને હેતુઓ અંગે તપાસ શરૂૂ કરવામાં આવી છે. અધિકારીઓ માનવ તસ્કરીની શંકા અંગે તપાસ હાથ ધરી છે. અહેવાલ મુજબ ફ્રાંસની વિશેષ ટીમો આ મામલે પુછપરછ માટે બે વ્યક્તિની અટકાયત કરી છે.
ફ્લાઇટમાં રોમાનિયન ચાર્ટર કંપનીના પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે દુબઇથી ઉડાન ભરી હતી. જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી ત્યારે તે ટેકનિકલ સ્ટોપ માટે નાના વત્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. યાત્રીઓને શ્રેષ્ઠ સંભવિત સ્વાગત સુવિધાઓ પૂરી પાડવા માટે, વત્રી એરપોર્ટ પર રિસેપ્શન હોલને વ્યક્તિગત પથારી સાથે વેઇટિંગ લોન્જમાં રૂૂપાંતરિત કરવામાં આવ્યો છે, પોલીસે જણાવ્યું હતું. ફ્રાન્સના સત્તાવાળાઓએ હજુ એ જણાવ્યું નથી કે આ ભારતીય નાગરિકોને હજુ કેટલા દિવસ રાખવામાં આવશે અથવા તેમને ભારતમાં મોકલવાની કોઈ તૈયારી છે કે કેમ તે હવે જોવું જ રહ્યું.
નિકારાગુઆ એ મધ્ય અમેરિકન દેશ છે. નિકારાગુઆ ઉત્તરમાં હોન્ડુરાસ, પૂર્વમાં કેરેબિયન, દક્ષિણમાં કોસ્ટા રિકા અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરથી ઘેરાયેલું છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓ માટે આ દેશ સ્વર્ગ સમાન છે. દર વર્ષે હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આ દેશમાંથી યુએસ-મેક્સિકો બોર્ડર પર પહોંચે છે. ગેરકાયદેસર વસાહતીઓને પણ આ માર્ગ પર ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ભૌગોલિક સ્થાન અને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. નિકારાગુઆમાં આ સ્થળાંતર કરનારાઓ પર કોઈ વિશેષ તપાસ કરવામાં આવતી નથી.

માનવ તસ્કરીમાં અમારો હાથ નથી: એરલાઈન્સ

ચાર્ટર્ડ વિમાન ભાડે આપનારી રોમાન્યાની લીજન્ડ એરલાઈન્સે આ મામલે સત્તાવાર રીતે કોઈ ટીપ્પણી કરી નથી પણ તેના વકીલ તરીકે ઓળખાયેલા લિલિયાના બકાયોકેએ ફ્રાંસની ટીવી ચેનલને જણાવ્યું હતું કે, એરલાઈન્સની માનવ તસ્કરીમાં કોઈ ભૂમિકા નથી નામ આપ્યા વિના તેણે જણાવ્યું હતું કે, એક કસ્ટમરે પ્લેનને ભાડે રાખ્યું હતું અને તે દરેક મુસાફરના ઓળખ દસ્તાવેજોની ચકાસણી માટે જવાબદાર છે. આ કસ્ટમરે 48 કલાક પહેલા મુસાફરોની માહિતી એરલાઈનને આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version