ગુજરાત

રાજ્યમાં ફરી માવઠાનું મોકાણ, તા.29 આસપાસ કમોસમી વરસાદની આગાહી

Published

on

ચાલુ વર્ષે હજુ શિયાળો જામે તે પહેલા માવઠુ વિલન બની રહ્યુ છે. શિયાળાના પ્રારંભથી અત્યાર સુધીમાં બે વખત માવઠુ ત્રાટકયા બાદ હવે 2024નાં પ્રથમ માસમાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તા.29 ડિસેમ્બર આસપાસ પણ સૌરાષ્ટ્રમાં માવઠુ થવાની આગાવી કરાઇ છે.
નવા વર્ષની શરૂૂઆતમાં જાન્યુઆરીના 15 દિવસમાં જ બે બે ખતરનાક માવઠાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પેટલનું માનીએ તો જાન્યુઆરીમાં પોણા ભાગના ભારતમાં વાતાવરણ પલટાશે. અરબ સાગર, બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. બંગાળની ખાડી, અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે. જેની અસરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આશંકા છે. ડિસેમ્બરનાં અંત અને જાન્યુઆરીની શરૂૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની આશંકાઓ છે. તો 14 જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકરસંક્રાંતિ માટે વિલન બનશે. તો ફેબ્રુઆરીમાં પણ માવઠાની આગાહી કરી છે. જો આવું થયું તો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતા ત્રણ દિવસ સુધી કચ્છના નલિયા ખાતે 10 ડીગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહેશે. જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના સ્થળોએ લઘુત્તમ તાપમાન 12 થી 14 ડીગ્રી આસપાસ નોંધાશે. ત્રણ દિવસ દરમ્યાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે. જેના કારમે ઠંડીની તિવ્રતા અનુભવાશે. સવારનાં ભાગે ઝાકળવર્ષા સાથે શિત લહેરોનો પણ અનુભવ થશે. ત્રણ દિવસ બાદ ફરી સવારના તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version