Uncategorized

CBSE દ્વારા ધોરણ 10 અને 12ના છાત્રોની જાન્યુઆરીમાં પ્રેક્ટિકલ પરીક્ષા

Published

on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇએ બોર્ડની પરીક્ષા 2024 માટે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2023-24 માટે ધોરણ 10મા અને ધોરણ 12માની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે.
સીબીએસઇ બોર્ડની ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 2024 1 જાન્યુઆરીથી શરૂૂ થશે. બંને વર્ગોની પ્રેક્ટિકલ બોર્ડ પરીક્ષા 1 જાન્યુઆરી, 2024 થી શરૂૂ થશે, જે 15 ફેબ્રુઆરી પહેલા સમાપ્ત થશે. જ્યારે સીબીએસઇ બોર્ડના ધોરણ 10મા, 12માની થિયરી પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરી 2024થી શરૂૂ થશે, જે એપ્રિલ સુધી ચાલશે. જો કે, હજુ સુધી બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટશીટ જાહેર કરી નથી.
સૂત્રોનું માનીએ તો,સીબીએસઇ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 10, 12ની પરીક્ષાની ડેટશીટ જાહેર કરશે. બોર્ડ દ્વારા ડેટશીટ જાહેર થતાંની સાથે જ સીબીએસઇ બોર્ડના ધોરણ 10મા અને સીબીએસઇ બોર્ડના ધોરણ 12માના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ભબતય.લજ્ઞદ.શક્ષ પરથી બોર્ડની પરીક્ષાની તારીખ પત્રક 2024ને ચેક અને ડાઉનલોડ કરી શકશે. સીબીએસઇ ડેટશીટમાં બોર્ડની પરીક્ષાનો સમય, બોર્ડની પરીક્ષાની તારીખો, વિષયના નામ અને વિદ્યાર્થીઓ માટે અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ જેવી વિગતો શામેલ હશે.
હાલમાં બોર્ડ પ્રિ-બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે. સીબીએસઇ એ પ્રી-બોર્ડ પરીક્ષા અને બોર્ડ પરીક્ષા માટે નમૂના પેપરો બહાર પાડ્યા છે. બોર્ડે બંને વર્ગોના નમૂના પેપરો બહાર પાડ્યા છે. આ સેમ્પલ પેપર 10મા, 12મા ધોરણના વિષય મુજબ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version