Uncategorized

CBSE ધો.10 અને 12ની પ્રેક્ટિકલ પરિક્ષા 1 જાન્યુઆરીથી, માર્ગદર્શિકા જાહેર

Published

on

CBSE ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની 2024ની પરીક્ષા એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ન્યૂઝ આવી રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 10મા અને 12મા ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2024થી 14 ફેબ્રુઆરી 2024 દરમિયાન લેવામાં આવનારી છે. આ અંગે બોર્ડે નોટિસ પણ જાહેર કરી દીધી છે. બોર્ડે શાળાના આચાર્ય અને શિક્ષકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, પ્રેક્ટિકલ પરીક્ષા જે દિવસે હોય તે તારીખ પહેલા પૂરતી સંખ્યામાં પ્રાયોગિક ઉત્તરપત્રો શાળામાં પ્રાપ્ત થાય તેની ખાતરી કરી લેવી, તેવું કહેવામાં આવ્યું છે. CBSE એ શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓના શેડ્યૂલ, ફોર્મેટ અને ચોક્કસ જરૂૂરિયાતો વિશે વાલીઓ અને વિદ્યાર્થીઓને જાણ કરી દેવી પ્રાયોગિક પરીક્ષાઓ લેવા માટે લેબોરેટરીઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાધનો અને સામગ્રી જેવી જરૂૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે કે નહીં તેવું ચેક કરી લેવું. બોર્ડ અનુસાર શાળાઓએ દરરોજ પ્રેક્ટિકલ પરીક્ષાના માર્કસ અપલોડ કરવાના રહેશે. ગુણ અપલોડ કરતી વખતે શાળા આંતરિક પરીક્ષક અને બાહ્ય પરીક્ષકને ખાતરી કરશે કે સાચા ગુણ અપલોડ કરવામાં આવ્યા છે કે નહીં. પ્રેક્ટિકલ/પ્રોજેક્ટ/આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવેલા મહત્તમ ગુણ તપાસો અને પછી માર્કસ આપવા અને પછી અપલોડ કરવા. પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા બાહ્ય પરીક્ષક દ્વારા જ લેવામાં આવી શકે છે. પ્રક્રિયાને અંતિમ અને પૂર્ણ કર્યા પછી માર્કસમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version