ગુજરાત

પિતાની સારસંભાળ માટે રાખેલા કેરટેકરે નજર બગાડી: પીડિતાને બચાવતી અભયમ ટીમ

Published

on

જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂૂપ સાબિત થઈ રહી છે જેમાં લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં આજરોજ પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી મદદ માંગેલીને જણાવ્યું હતું કે પિતા ની દેખરેખ તેમજ સાર સંભાળ માટે (કેરટેકર) યુવક રાખેલ છે જેની નજર બગાડતા છેડતી કરવાની કોશિશ કરી રહ્યો છે તેથી તત્કાલ મદદની જરૂૂર છે.

જામનગર 181 અભયમ ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કર્મચારી એ તારાબેન ચૌહાણ પાયલોટ સુરજીત સિંહ વાઘેલા ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચી જોવા મળેલ મકાનનો દરવાજો અંદરથી બંધ હોય તેમ જ પીડિતા ખૂબ ડરી ગયેલ હોય તેથી આશ્વાસન આપી વિશ્વાસ જીતી મકાનનો દરવાજો ખોલાવેલ પીડિતા ડરી ગયેલ હોય અને રડતા જોવા મળેલ તેથી આશ્વાશન આપી શાંત કરેલ અને કાઉન્સિલિંગ કરી પૂરી વાત જાણવાની કોશિશ કરેલ.

જેમાં જાણવા મળેલ પીડિતાના માતા આશરે પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામેલ હોય તેથી પીડિતા તેમના પિતા સાથે રહેતા હોય પિતાની તબિયત ખરાબ રહેતી હોવાથી તેમની દેખરેખ તેમજ સાર સંભાળ માટે યુવક રાખેલ હોય જે પિતાની સારા સંભાળ રાખે આજે પિતાને હોસ્પિટલથી રજા આપતા ઘરે લાવેલ તેથી પીડિતા જોબ પર ગયેલ રાત્રિના 11:00 વાગે જોબ પરથી આવેલ ત્યાં સુધી બધું ઠીક જોવા મળેલ અચાનક 1:30 વાગે યુવક દ્વારા પીડિતાને જણાવેલ તેવો નાસ્તો કરવા જાય છે તો થોડી વાર પિતાની દેખરેખ રાખે બે વાગે યુવક કેફી દ્રવ્યનું સેવન કરી નશાની હાલતમાં પાછો ફરેલ તેથી ગેરવર્તન તેમજ અપશબ્દ બોલવા લાગેલ તેથી પીડિતા ડરીને રૂમનો દરવાજો બંધ કરી દીધેલ તો યુવક દરવાજો પછાડવા લાગેલને દરવાજો ન ખોલતા પીડીતાના ફોનમાં ફોન પર ફોન કરવા લાગેલ ખરાબ મેસેજ તેમજ વીડિયો કોલ કરવા લાગેલ અને ધમકી આપવા લાગેલ

તેથી પીડિતા એ 181 અભયમ ટીમની મદદ માગેલ હોય પૂરી વાત જાણી યોગ્ય કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપેલ પીડિતા યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ આમ 181 ટીમ દ્વારા પિતાની દેખરેખ માટે રાખેલ યુવકને181 ટીમ દ્વારા કાયદાનું યોગ્ય ભાન કરાવેલ આમ યોગ્ય સમય પર પોહચી પીડિતાનો બચાવ કરવા બદલ પીડિતા તેમજ તેમના પિતા દ્વારા 181 ટીમનો આભાર મનાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version