Uncategorized

કેનેડાના હિન્દુ સાંસદને આતંકવાદી પન્નુની ધમકી, ભારત પાછા જાઓ

Published

on

ખાલિસ્તાનીઓ કેનેડની ભૂમિને પ્રદુષિત કરે છે, સાંસદનો જવાબ

કેનેડા અને અમેરિકામાં રહીને ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્ર રચનાર ગુરપતવંત સિંહ પન્નુની હિંમત હવે એટલી વધી ગઈ છે કે તેણે કેનેડાના ચૂંટાયેલા સાંસદને ખુલ્લેઆમ ધમકીઓ આપવાનું શરૂૂ કરી દીધું છે. આતંકવાદી પન્નુ ભારતીય મૂળના હિંદુ કેનેડિયન સાંસદને માત્ર ધમકી જ નથી આપી રહ્યો, પરંતુ તેને ભારત પરત આવવા માટે પણ કહી રહ્યો છે.


ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને તેના સમર્થકો સાથે ભારત જવા માટે કહી રહ્યો છે. ખરેખર, ચંદ્ર આર્ય કેનેડાના એ જ હિન્દુ સાંસદ છે, જે કેનેડામાં સતત ફેલાતા ખાલિસ્તાની આતંકવાદ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. કેનેડાની સંસદથી લઈને વિવિધ મંચો પર ચંદ્ર આર્યએ પન્નુની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ચંદ્ર આર્ય કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના સાંસદ છે.


આ વીડિયોમાં પન્નુએ કહ્યું, નચંદ્ર આર્ય અને તેના સમર્થકો માટે કેનેડામાં કોઈ જગ્યા નથી. ચંદ્ર આર્ય કેનેડામાં ભારતના એજન્ડાનો પ્રચાર કરી રહ્યા છે. તેણે તેની કેનેડિયન નાગરિકતા છોડી દેવી જોઈએ અને ભારત પરત ફરવું જોઈએ. ચંદ્ર આર્ય અને તેમના સમર્થકો ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. કેનેડામાં રહેતા ખાલિસ્તાની શીખોએ કેનેડા પ્રત્યે તેમની દેશભક્તિ સાબિત કરી છે. અમે કેનેડાને વફાદાર છીએ.ચંદ્ર આર્યએ પણ ખાલિસ્તાની પન્નુના વીડિયો પર વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, ખાલિસ્તાનીઓએ એડમોન્ટન (કેનેડામાં એક શહેર)માં હિન્દુ ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી અને નફરત ફેલાવી. મેં તેના પગલાની નિંદા કરી. મારી નિંદાના જવાબમાં શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે. પન્નુ મને અને મારા હિંદુ-કેનેડિયન મિત્રોને ભારત પાછા ફરવાનું કહી રહ્યા છે.


પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે આપણે હિન્દુઓ વિશ્વના તમામ ભાગોમાંથી કેનેડા આવ્યા છીએ. કેનેડા આપણી ભૂમિ છે. અમે કેનેડાના સામાજિક-આર્થિક વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. પરંતુ હવે આ જમીન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા પ્રદૂષિત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version