Site icon Gujarat Mirror

હનુમાન મઢી પાસે મેરેજના કપડાંનો શોરૂમ ચલાવતાં વેપારીનું રાજનગર પાસે હાર્ટએટેકથી મોત

રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂૂપતાનગરમાં રહેતાં અને મઢી ચોકમાં ડિવાઇન વેડીંગ નામે મેરેજના કપડાનો શો રૂૂમ ધરાવતાં વેપારીનું રાજનગર નજીક બીજડાવાળા રોડ પર ચાલુ વાહને હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું છે. તેઓ માતાજીના મઢેથી ઘરે જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યોહતો.

વધુ વિગતો મુજબ,રૈયા રોડ મઢી પાસે તિરૂૂપતીનગર-1માં રહેતાં સતિષભાઈ વસંતભાઈ ગોહેલ(ઉ.વ.65)ગઇકાલે બપોરે પોતાનું ટુવ્હીલર લઈને રાજનગરમાં આવેલા ગોહેલ પરિવારના માતાજીના મઢે કામ ચાલુ હોઈ ત્યાં આટો મારવા ગયા હતા. ત્યાં દર્શન કરી, કામનું નિરીક્ષણ કરી પરતઘરે આવવા નીકળ્યા ત્યારે ખીજડાવાળા રોડ પર લક્ષ્મી સોસાયટી નજીક પહોંચ્યા ત્યારે ચાલુ ટુવ્હીલરે હાર્ટએટેક આવી જતાં ઢળી પડ્યા હતાં અને મૃત્યુ થયું હતું.

બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સતિષભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં અનેહનુમાન મઢી ચોકમાં ડિવાઈન વેડીંગ નામ મરજના કપડાનો શો રૂૂમ ચલાવતા હતાં.સંતાનમાં બે દિકરા જતીનભાઈ અને મયુરભાઈ છે. આ બનાવથી પરિવારમા શોક છવાઈ ગયા હતા.

Exit mobile version