370 જગ્યાએ તોલમાપ ખાતાના ચેકિંગમાં ભોપાળા ખુલ્યા, સ્થળ પરથી જ 6.79 લાખનો દંડ વસૂલાયો
રાજ્યના તોલમાપ વિભાગે ગુજરાતમાં સોના-ચાંદી અને જ્વેલરી શો રૂૂમના 370 એકમોમાં દરોડા પાડ્યા છે. નિયત વજન કરતાં ઓછું વજન આપતા અનેક એકમો સામે ફરિયાદો સામે આવી હતી જેના પગલે દરોડા પડાયા હતા. તોલમાપ ખાતા દ્વારા તપાસ દરમિયાન વજન કાંટાની કડક તપાસ કરવામાં આવી હતી. રાજ્યમાં 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ કરવામાં આવ્યા છે અને સ્થળ પરથી જ 6.79 લાખની માંડવાણ ફી વસુલવામાં આવી હતી.
રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો પર દરોડા કરવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ નોંધાયા છે. કેટલાક એકમોએ ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવાને લીધે પણ કાર્યવાહી કરવામાં આવી, અને નિયમો ભંગ કરવા બદલ કુલ રૂૂ. 6.97 લાખની સ્થળ માંડવાળ કરવામાં આવી.
તોલમાપ ખાતાએ અમદાવાદમાં 61 એકમોની તપાસ કરીને 22 કેસ કરાયા હતા તો ભરૂૂચ-નર્મદા જિલ્લામાં 27 એકમોની તપાસ કરાઇ હતી અને 25 કેસ કરાયા હતા. ઉપરાંત જૂનાગઢ-ગીરસોમનાથ જિલ્લામાં 21 એકમોની તપાસ કરીને 20 કેસ કરાયા છે અને ભાવનગર/બોટાદ માં 20 એકમોની તપાસ કરાઇ હતી જેમાં 17 સામે કેસ કરાયા છે. તો સુરત શહેર જિલ્લામાં 20 એકમોની તપાસ સામે 14 કેસ કરાયા હતા.
ઉપરાંત વડોદરા, પાટણ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ, મોરબી જિલ્લામાં પણ તપાસ હાથ ધરાઈ.

