Site icon Gujarat Mirror

મોરબીમાં ભાજપનો સપાટો, 24 આગેવાનો સસ્પેન્ડ

મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળી હોવાના કારણે ઘણા બધા ભાજપના આગેવાનો દ્વારા અપક્ષમાંથી ઉમેદવારી કરવામાં આવી છે અને અમુક આગેવાનના ઘરના સભ્યોએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે અને કેટલા ભાજપના આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં હોવાનું સામે આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા દ્વારા મોરબી નગરપાલિકાના ત્રણ પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના એક માજી ચેરમેન સહિત કુલ મળીને 24 લોકોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ પાસેથી ₹427 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી જો કે, 52 આગેવાનોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે અને અને હાલમાં ચૂંટણી લડી રહ્યા છે જેથી ચૂંટણી સમયે ભાજપથી વિમુખ થયેલ આગેવાનોને સમજાવવા માટેના છેલ્લી ઘડી સુધીના પ્રયત્નો કરવામાં આવ્યા તો પણ તેઓ માનતા ન હોવાથી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા મોરબી જિલ્લામાંથી એક બે નહીં પરંતુ એકી સાથે 24 જેટલા ભાજપના આગેવાનોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છેહાલમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા દ્વારા જે આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ પરબતભાઈ અવાડિયા, લલીતભાઈ કામરીયા તથા અનોપસિંહ સાજુભા જાડેજા, મોરબી નગરપાલિકાના માજી સભ્ય આસિફભાઈ રહીમભાઈ ઘાંચી, રાજેશભાઈ ચીમનલાલ રામાવત, નિર્મલાબેન મોરારજીભાઈ કંઝારીયા, નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર અને ગીરીરાજસિંહ સુખદેવસિંહ ઝાલા તેમજ અમિતભાઈ દેવાભાઈ અવાડિયા, વનિતાબેન મુકેશભાઈ ગામી, સંગીતાબા ગીરીરાજસિંહ ઝાલા, હરીશભાઈ મોતીભાઈ રાતડીયા, સીતાબા અનોપસિંહ જાડેજા, વાંકાનેર શહેરમાંથી દર્શનાબેન વિશાલભાઈ સંઘવી, જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ અને મીનાક્ષીબેન કાંતિલાલ વોરાનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત ઓટાળા જિલ્લા પંચાયતની બેઠકમાંથી ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર (જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન) અને તેના પતિ નથુભાઈ ભુરાભાઈ કડીવાર, જુના ઘાટીલા તાલુકા પંચાયત બેઠકમાં કેતનભાઇ રમેશભાઈ વિડજા, ખાખરેચી જિલ્લા પંચાયત બેઠકમાં પ્રવીણભાઈ અરજણભાઈ અવાડિયા, વેજલપર તાલુકા પંચાયત બેઠકમાં કાંતિલાલ નાનજીભાઈ દેત્રોજા, કોઠી જિલ્લા પંચાયત બેઠકમાં ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા, ઢુવા જિલ્લા પંચાયત બેઠકમાં ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા અને કાળુભાઈ મેરૂૂભાઈ કાંકરેચા તથા ચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી યુસુફભાઈ મિરાજી શેરસીયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કાર્યકર્તાના પ્રાથમિક સદસ્ય પદ ઉપરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે

Exit mobile version