ભાવનગરમાં ભાજપે 30 વર્ષે પણ પોતાનો ગઢ સાચવી રાખ્યો: બહુમતી સાથે ફરી સત્તા કબજે કરશે

પ્રારંભિક ગણતરીમાં 52માંથી 20 બેઠકો ઉપર ભગવો લહેરાયો ભાવનગરમાં ભાજપનો કેસરિયો ફરી લહેરાયો છે. સતત સાતમી ટર્મ માટે ભાજપ વિજેતા તરફ આગે કુચ કરી રહ્યું…

પ્રારંભિક ગણતરીમાં 52માંથી 20 બેઠકો ઉપર ભગવો લહેરાયો

ભાવનગરમાં ભાજપનો કેસરિયો ફરી લહેરાયો છે. સતત સાતમી ટર્મ માટે ભાજપ વિજેતા તરફ આગે કુચ કરી રહ્યું છે. 11 વાગ્યા સુધીમાં ભાજપને 52 માંથી 20 બેઠકોમાં જીત મેળવી છે. અન્ય બેઠકો પર પણ ભાજપ આગળ છે.

ભાવનગર મહાનગરપાલિકા ની ચૂંટણી ની મતગણતરી આજે સવારે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂૂ થઈ હતી.13 વોર્ડ ની 52 બેઠકો ઉમેદવારો માટે પ્રથમ બેલેટ પેપર ની મત ગણતરી હાથ ધરાઈ હતી. મત ગણતરીને કારણે ભાજપ ,કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં મત ગણતરી કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકા ની વોર્ડ નંબર એક ચિત્રા ફુલસર માં ભાજપના ઉમેદવારો ઉપેન્દ્રસિંહ ચુડાસમા, હીરાબેન કુકડીયા, નિરલ બેન સિધ્ધપુરા અને સંજયભાઈ રાઠોડ વિજેતા બન્યા છે. જ્યારે કોંગ્રેસના નીતાબેન ચૌહાણ, મનિષાબેન ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, પ્રવીણભાઈ ડોંડા ની હાર થઈ છે. વોર્ડ નંબર ચાર માં ભાજપના રેખાબેન બારીયા, બિંદુબેન પરમાર, નરેશભાઈ મકવાણા, સંજય કુમાર બારીયા વિજેતા બન્યા છે.

કોંગ્રેસના રેખાબેન સરધારા, મુમતાઝ બેન શેખ, રાકેશભાઈ પરમાર અને સાગરભાઇ ચુડાસમા ની હાર થઇ છે. વોર્ડ નંબર 11 દક્ષિણ સરદાર નગર અધેવાડા માં પણ ભાજપની પેનલ વિજેતા થઈ છે. ભાજપ ના ભાવનાબેન ત્રિવેદી મિતલબેન માંડલિયા મેરા ભાઈ કસોટીયા અને મનીષ અડવાણી વિજેતા બન્યા છે. જ્યારે કોંગ્રેસના નિર્મળાબેન જાની, હર્ષાબેન દેસાઈ, પ્રવીણભાઈ મકવાણા અને હિરેનભાઈ વિંધાણી પરાજિત થયા છે.