લાલપુર પંથકના વધુ એક ડેન્જર પર્સન ઉપર પાસા હેઠળ કાર્યવાહી: જેલ હવાલે

જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.…

જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી નિર્લીપ્ત રાય તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં અસામાજિક તત્વો વિરૂૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તે અન્વયે, અગાઉ શરીર સંબંધિત ગુનાઓમાં સંકળાયેલ અને જાહેર શાંતિ માટે ખતરો સમાન એવા પ્રફુલભાઈ ઉર્ફે કાનજી પુંજાભાઈ ટોયટા (રહે. પીપળી ગામ, તા. લાલપુર) સામે પાસા હેઠળ અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત ઇસમ વિરૂૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પી.બી. પંડયા સમક્ષ રજુ કરવામાં આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા, પોલીસ ટીમ દ્વારા વોરંટની બજવણી કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને મધ્યસ્થ જેલ લાજપોર, સુરત ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે.