વોર્ડ નં.7, 8, 9માં તો ભાજપે ફટાકડા ફોડી નાખ્યા

ઉમેદવારોનો આત્મવિશ્વાસ કે ઓવર કોન્ફિડન્સ? કાલે ફાઇનલ જનાધાર: છેલ્લી ઘડીએ ટિકિટ લઇ આવનાર વોર્ડ નં.7ના નેહલ શુક્લને 13 હજારથી વધુ લીડની આશા રાજકોટમાં આ વખતે…

ઉમેદવારોનો આત્મવિશ્વાસ કે ઓવર કોન્ફિડન્સ? કાલે ફાઇનલ જનાધાર: છેલ્લી ઘડીએ ટિકિટ લઇ આવનાર વોર્ડ નં.7ના નેહલ શુક્લને 13 હજારથી વધુ લીડની આશા

રાજકોટમાં આ વખતે ધારણા કરતા ઓછુ મતદાન થયુ છે. ઉમેદવારો જેવા ગાજ્યા તેવા મતપેટીમાં વરસાવી ન શક્યા. જો કે ભાજપના કમીટેડ વોટબેંક ધરાવતા વિસ્તારમાં પક્ષના ઉમેદવારો મતદાન પૂર્ણ થતાની સાથે જ જીતના ઉન્માદમાં આવી ગયા હતા. વોર્ડ નં.7, 8 અને 9માં તો ગઇકાલે રાત્રે જ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને વિજયોત્સવ ઉજવી લીધો હતો. આ વખતે ભાજપની છાવણીમાં જે ઇતિહાસ સર્જયો હતો એ વોર્ડ નં.7માં છેલ્લી ઘડીએ સતાવાર મેન્ડેટધારક ઉમેદવાર શૈલેષ જાનીને છેલ્લીઘડીએ સ્ટેજ પરથી દૂર કરીને તેમની જગ્યાએ ટિકિટ લઇ આવનાર વોર્ડ નં.7ના નેહલભાઇ શુક્લના રાજકીય અસ્તિત્વ ઉપર સૌ કોઇની નજર છે ત્યારે નેહલભાઇ શુક્લે 13 હજારથી વધુ લીડની આશા આતશબાજી સાથે ઉત્યારથી જ ઉજવેલા વિજયોત્સવ વખતે દાવો કરી દીધો હતો.

આમ તો વોર્ડ નં.7, 8 અને 9માં વર્ષોથી ભાજપનો વાવટો ફરકે છે. અહીં ભાજપના નામે પથ્થરા પણ પાણીમાં તરી જાય છે. કોઇપણ આયાતી ઉમેદવાર મુકવામા આવે, ભાજપના નામે ખોબલે ખોબલે મત મળતા રહે છે. આ વખતે ઉક્ત ત્રણેય વોર્ડમાં 2021ની ગત મનપાની ચૂંટણી કરતા ઓછા મત પડ્યા હોવા છતા ભાજપને જીતની આશા છે. ઉમેદવારો વિસ્તાવાઇઝ મતદાનની ટકાવારી, મતદારોનો મળેલો મીજાજ સહિતના અંકોડા મેળવીને ચિત્ર સ્પષ્ટ કરવા લાગ્યા હતા.

વોર્ડ નં.7ના લડાયક ઉમેદવાર નેહલભાઇ શુક્લએ તો ત્યા સુધી દાવો કર્યો છે કે તેઓ 10 હજારથી વધુ લીડથી જીત મેળવી રહ્યા છે. તો વોર્ડ નં.8 અને 9માં પણ 7000થી વધુ લીડ સાથે જીતના દાવા કરવામા આવ્યા છે. ઉક્ત ત્રણેય વોર્ડમાં ગત રાત્રિએ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને વિજયજશ્ન પણ મનાવી લીધો હતો. જો કે આ આત્મવિશ્વાસ છે કે પછી ઓવર કોન્ફિડન્સ એ તો આવતીકાલે ઇવીએમ ખુલ્યા પછી સામે આવી જ જશે.