ગુજરાત

મેંદરડા નજીક બાઈકચાલકને આંતરી રૂપિયા 1.44 લાખના વાળની લૂંટ

Published

on

ત્રણ શખ્સો સામે 1.74 લાખના મુદ્દામાલની લૂંટની ફરિયાદ


જામકા ચોકડીથી મોટી ખોડીયાર ગામની વચ્ચે આશરે અઢી પોણા ત્રણ વાગ્યાના અરસામાં આ બનાવના ફરિયાદી બાલુભાઇ ઉર્ફે બાલો જીલુભાઇ વાઘેલા ઉ.વ.27 ધંધો વાળ લે-વેચનો રહે. મેંદરડા સામાકાંઠા સમઢીયાળા રોડ ઉપર પ્રફુલભાઇ ગજેરાના વંડામાં તા.મેંદરડા વાળાએ પોલીસને પોતાની ફરિયાદ આપતા જણાવ્યું હતું કે આરોપી ત્રણ અજાણ્યા ઇસમો દ્વારા જેનું નામ નમુદ નથીઆ ફરીયાદી બાલુભાઇ વાઘેલા તથા સાહેદ નરશીભાઇ એમ બન્ને ચલાળાથી ફરીયાદી ની મોટર સાયકલ જેના રજી. નંબર જી.જે.14 બીએફ 3190 વાળી માં માનવ વાળ આશરે છત્રીસ કિલો જેની કિ.રૂૂ.1,44, લાખ લઇને આવતા હતા.

ત્યારે બપોરનાં અઢી પોણા ત્રણેક વાગ્યાની આસપાસ જામકા ચોકડી થી મોટી ખોડીયાર ગામની વચ્ચે પહોંચતા એક સફેદ કલરની ઇકો ગાડી જેના રજી નંબર જીજે 32 ટી 5450 વાળીમાં આ આરોપીઓએ અગાઉથી કાવતરૂૂ રચી આવી ફરીયાદી બાલુભાઇ તથા સાહેદને છરી બતાવી ફરીયાદી પાસે રહેલ વાળ ભરેલ કોથળો કિ.રૂૂ.1,44, લાખ તથા મોટર સાયકલ જૈની કિ.રૂૂ. 30, હજાર એમ મળી કુલ કિ.રૂૂ. 1,74,લાખ ની લુંટ કરી નાશી જઇ જીલ્લા મેજી.ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત ફરિયાદ આપતા પોલીસે આ સંદર્ભે ગુન્હો નોંધી આ લૂંટ ચલાવનાર ઈસમોનું પગેરુ દબાવવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version