મોરબી પંથકમાં અપમૃત્યુની બે ઘટનામાં યુવાન અને આધેડનું મોત
મોરબીની બેલા ચોકડી પાસે પુરપાટ જતા આઈશર ટ્રકના ચાલકે ડબલ સવારી એકટીવાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક 44 વર્ષીય આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું જયારે પાછળ બેસેલ 60 વર્ષના વૃદ્ધને માથા અને હાથ તેમજ પગમાં ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.
મોરબીના ભડિયાદ કાંટા પાસે જવાહર સોસાયટીના રહેવાસી મનસુખભાઈ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઇ ભંખોડીયા (ઉ.વ.56) વાળાએ આઈશર ટ્રક જીજે 36 વી 0735 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ ભુપેન્દ્રભાઈ ધનજીભાઈ ભંખોડીયા (ઉ.વ.44) રહે રોટરીનગર લક્ષ્મીનગર ગામ તા. મોરબી વાળા પોતાનું એકટીવા જીજે 36 એએમ 0979 લઈને દેવજીભાઈ બચુભાઈ સંઘાણી (ઉ.વ.60) વાળાને પાછળ બેસાડી બેલા ચોકડી બેલા રંગપર ગામ પાસેથી જતા હતા ત્યારે આઈશર ટ્રકના ચાલકે એકટીવાને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો.
જે અકસ્માતમાં પાછળ બેસેલ દેવજીભાઈને માથાના ભાગે ઈજા તેમજ હાથ અને પગમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી અને ફરિયાદીના ભાઈ ભુપેન્દ્રભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમીયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આઈશર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.મોરબીના બેલા ગામે એન્ટીક સિરામિકમાં કામ કરતા સંજયભાઈ નંદકિશોરભાઈ બાલમુચુ (ઉ.વ.18) નામના યુવાન ગત તા. 02 ના રોજ બપોરે બેલા ગામ નજીક આવેલ તળાવના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
મૂળ ઓડીસાના વતની હાલ મોરબીના લાલપર ગામની સીમમાં આવલ જેડ વિટ્રીફાઈડ ફેકટરીમાં રહીને કામ કરતા સંજયભાઈ દુર્યોધનભાઈ મહંતો (ઉ.વ.43) નામના આધેડ ગત તા. 02 ના રોજ બપોરે પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
