ગુજરાત
જાથાના જયંત પંડ્યાના નિવાસ સ્થાન પાસે ગંગાજળનો છંટકાવ કરી વિરોધ દર્શાવતા ભૂદેવો
કાલે અધૂરી સત્યનારાયણ કથાના અધૂરા અધ્યાય પુરા કરવા ભૂદેવોની ચીમકી
પારડીમાં વીજ તંત્રની કચેરીમાં ચાલતી સત્યનારાયણ ભગવાનની કથા ંબધ કરાવીને જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વિવાદનો મધપૂડો છેડ્યો છે.
કર્મકાંડી ભૂદેવોમાં જયંત પંડ્યા સામે રોષાગ્નિ ફાટી નિકળ્યો છે. આજે શહેરની ભૂદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદી અને શાસ્ત્રી ગોપાલભાઈ જાનીની આગેવાની તળે કર્મકાંડી ભૂદેવોએ જયંત પંડ્યાના નિવાસ સ્થાને પહોંચી ગંગાજળ છાંટી જગ્યાને પવિત્રકરી, જયંત પંડ્યઊાને સદ્દબુદ્ધિ આપવા પ્રભુને પ્રાર્થના કરી હતી.
આવતીકાલે જયંત પંડ્યાના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ભૂદેવો એકત્ર થઈને પારડીમાં અધુરી રહેલી સત્યનારાયણ ભગવાનની કથાના અધ્યાય આખા દિવસમાં ગમે ત્યારે પુરા કરશે. તેવુ તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું.