બેલારુસના રાષ્ટ્રપતિએ પાક. પીએમને કહ્યું, કાશ્મીરની વાત બંધ કરો

વેપાર-દ્વિપક્ષીય બાબતોની વાત કરવા આવ્યો છું: લુકાશેન્કો પાકિસ્તાન સમય-સમય પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને આખા વિશ્વની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરતું રહે છે, પરંતુ હજુ…

વેપાર-દ્વિપક્ષીય બાબતોની વાત કરવા આવ્યો છું: લુકાશેન્કો

પાકિસ્તાન સમય-સમય પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને આખા વિશ્વની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરતું રહે છે, પરંતુ હજુ સુધી તેને આ મામલે કોઈ મોટી સફળતા મળી નથી. ત્યારે ફરી એકવાર પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપ્યો, પણ પાકિસ્તાનનો આ દાવ ઉલટો પડી ગયો જયારે તેને પોતાના જ ઘરમાં ઘણી શરમમાં મૂકાવું પડ્યું.


બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાંડર લુકાશેન્કોએ પાકની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઇસ્લામાબાદમાં તેમની સાથે બેઠક કરી. આ બેઠકમાં જયારે તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે લુકાશેન્કોએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ કોઈ પણ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવા આવ્યા નથી. તેમણે કહ્યું, હું અહીં માત્ર વેપાર અને દ્વિપક્ષીય સહયોગ વિશે વાત કરવા આવ્યો છું.


પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, બેઠક દરમિયાન શાહબાઝ શરીફે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને ખાસ મિત્ર ગણાવ્યા અને પછી તેમની સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેઓ ઇચ્છતા હતા કે લુકાશેન્કો કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપે, પરંતુ તેના બદલે બેલારુસના રાષ્ટ્રપતિએ જે કર્યું તેનાથી શરીફને મોટો ઝટકો લાગ્યો. લુકાશેન્કોએ આ અંગે બોલવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું, કાશ્મીર છોડો, હું અહીં માત્ર વેપાર અને દ્વિપક્ષીય સહયોગની વાત કરવા આવ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *