રાષ્ટ્રીય

સ્વતંત્રતા દિવસ પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ફરીએકવાર લાગ્યો મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન ન આપ્યા

Published

on

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીએકવાર મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલની જામીન અરજી અંગે આજે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માગીએ છીએ અને એના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

સીએમ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો હતો. સિંઘવીએ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. તબિયતના કારણોને ટાંકીને, તેણે તાત્કાલિક વચગાળાના જામીનની માંગ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે તેઓ આ સમયે વચગાળાના જામીન પર વિચાર કરશે નહીં.

સીએમ કેજરીવાલે દારૂ નીતિ મામલે સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં તેમની ધરપકડને પડકારી હતી. તેણે કોર્ટમાં જામીન માટે પણ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ આ કેસમાં જામીનની વિનંતી કરતી કેજરીવાલની અરજી પર પણ અલગથી સુનાવણી કરી રહી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે કેજરીવાલની બંને અરજીઓ પર સુનાવણી કરી હતી.

12 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે તેમને આ કેસમાં ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ અંગે વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ 26 જૂને સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતા તેઓ હજુ પણ જેલમાં છે. સુપ્રીમ કોર્ટ પહેલા, અરવિંદ કેજરીવાલે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી અને અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં જવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમના વકીલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version