Uncategorized

ટી-10 લીગ શરૂ કરવા બીસીસીઆઈની વિચારણા

Published

on

IPLની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આ માટે તમામ ફ્રેન્ચાઈઝી પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. દરમિયાન, એક અહેવાલ સામે આવ્યો છે કે BCCI આવતા વર્ષે નવી લીગ શરૂૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ બોર્ડની ટિયર-2 ટુર્નામેન્ટ હશે. એવું માનવામાં આવે છે કે BCCI T 10 ફોર્મેટ અપનાવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી જય શાહ આ લીગને લઈને વધુ સક્રિય છે. તેમણે બોર્ડના સભ્યો સમક્ષ પણ આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. જય શાહને પણ પ્રાયોજકોનો સહયોગ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો લીગ શરૂૂ થશે તો તે સિનિયર ખેલાડીઓ માટે નહીં હોય. બોર્ડ આઈપીએલની સમાન કોઈ લીગ ગોઠવવાનું વિચારી રહ્યું નથી. આ ટિયર-2 લીગ હશે અને તેમાં માત્ર ચોક્કસ વય સુધીના ખેલાડીઓને જ સ્થાન મળશે.
જો BCCI T 10 ક્રિકેટને નહીં અપનાવે તો તે નવી T 20 લીગ શરૂૂ કરી શકે છે. આમાં એક નિશ્ચિત વય મર્યાદા હશે. એવું માનવામાં આવે છે કે જો ટૂર્નામેન્ટની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જાય તો બોર્ડ આવતા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેનું આયોજન કરી શકે છે. તેનાથી IPL પર કોઈ અસર નહીં થાય. બોર્ડ તેની સૌથી મોટી ટૂર્નામેન્ટ સાથે છેડછાડ કરવા માંગતું નથી.
છેલ્લા કેટલાક સમયથી ચાહકો T 10 ક્રિકેટ તરફ આકર્ષાઈ રહ્યા છે. તે ઓછો સમય લે છે અને દર્શકોનું ઘણું મનોરંજન પણ કરે છે. અબુ ધાબી T 10 લીગની સફળતાએ BCCI ને આ વિશે વિચારવા માટે મજબૂર કરી દીધું છે. જુનિયર સ્તરના ખેલાડીઓને પૂરતી તકો પૂરી પાડવા માટે બોર્ડ આ ટુર્નામેન્ટ શરૂૂ કરવા માંગે છે. IPLમાં ભાગ લેનારા મોટા ખેલાડીઓને T 10 લીગથી દૂર રાખવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version